Hun To Bolish : હું તો બોલીશ : ક્રાઈમ કેપિટલ સુરત?
સુરતના સચિન વિસ્તારમાં 7 જુલાઈએ બની લૂંટ વિથ મર્ડરની ઘટના. શ્રીનાથજી જ્વેલર્સમાં રાત્રિના સમયે થયેલ લૂંટ અને મર્ડરના લાઈવ દ્રશ્યો સામે આવ્યા. લૂંટારાઓ જ્યારે દાગીના ભરેલો થેલો લઈને ભાગી રહ્યા હતા. ત્યારે જ્વેલર્સ માલિક આશિષ રાજપરાએ તેમને રોકવાનો પ્રયાસ કરતા લૂંટારૂંઓએ તેમના પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું...અને ફરાર થઈ ગયા. લૂંટની આ ઘટનામાં નઝીમ શેખ નામના વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થયા છે. આરોપી અને નઝીમ વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં આરોપીએ ફાયરિંગ કરતા નઝીમના પગના ભાગે ગોળી લાગી હતી. લૂંટની આ ઘટનામાં હાજર લોકોએ એક આરોપીને પકડીને મેથીપાક ચખાડ્યો. અને બાદમાં સચિન પોલીસને હવાલે કરી દીધો. સચિન પોલીસે હાલ તો ફરાર આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી છે.




















