Hun To Bolish : હું તો બોલીશ : દાંડિયા ક્લાસમાં દૂષણ?
ખાનગી ડિસ્કો દાંડીયા ક્લાસિસનો મોરબી પાટીદાર સમાજે કર્યો વિરોધ...ગઈકાલે રાત્રે રવાપર ગામ પાસેના કેપિટલ માર્કેટ નજીક પાટીદાર જન ક્રાંતિ સભા યોજાઈ. જેમાં અર્વાચીન દાંડીયા રાસને પ્રોત્સાહન આપતા એકપણ દાંડીયા ક્લાસિસમાં ન જવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો. ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા. સીરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા. પાટીદાર યુવા સેવા સંઘના પ્રમુખ મનોજભાઈ પનારા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોની હાજરીમાં મોરબીમાં ચાલતા ડિસ્કો દાંડીયા ક્લાસિસમાં ચાલતા દુષણોને ડામવાનો સંકલ્પ કરાયો. ડિસ્કો દાંડીયા ક્લાસિસમાં કેટલીક જગ્યાએ વલગર ગીત પર દીકરીઓને ડિસ્કો દાંડીયા શીખવવામાં આવતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી સિરામિક ઉદ્યોગકારો, પાટીદાર સમાજના આગેવાનો અને પાટીદાર યુવા સેવા સંઘના આગેવાનો સહિત લોકોએ આવા ડિસ્કો દાંડીયા ક્લાસિસ બંધ કરવા સંચાલકો પાસે પહોંચ્યા હતા. પરંતુ બીજા જ દિવસે દાંડીયા ક્લાસિસના સંચાલકોએ ઉદ્યોગકારોને અસામાજિક તત્વો તરીકે દર્શાવીને કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપતા પાટીદાર સમાજમાં રોષ છે.. સભાને સંબોધતા ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જણાવ્યું કે દીકરીઓની અને દીકરાઓની યેનકેન પ્રકારે સીડીઓ ઉતારી બ્લેકમેલ કરતા એક શખ્સને થોડા દિવસ પહેલા જ તેની ભાષામાં સમજાવવામાં આવ્યો હતો.. ગરબી કે ગરબાનો પાટીદાર સમાજ વિરોધ નથી કરતુ.. પરંતુ મોરબીમાં અર્વાચીન ડિસ્કો દાંડીયા ક્લાસિસ ચલાવવા નહીં દેવામાં આવે. પાટીદાર જન ક્રાંતિ સભામાં પાટીદાર આગેવાનોએ શું આક્રોશ વ્યક્ત કર્યો તે સાંભળી લઈએ





















