Hun To Bolish : હું તો બોલીશ : ગરબાની ગરિમાને ઠેસ ?
નવરાત્રી..જગતજનની શક્તિ સ્વરૂપાની આરાધનાનો નવ દિવસનો પર્વ. મંદિરોની અંદર થાય છે સતત આરાધના,. દેવીમાંને આપણે અંબાજી ધામ જઈને આપણે ત્યાં ગરબામાં આવવા આમંત્રણ આપીએ છીએ. અને આ સનાતન સંસ્કૃતિએ માનેલું સત્ય છે. અને એટલે જ હિન્દુઓ અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતી નવરાત્રીને ગરબા ઉત્સવ તરીકે મનાવે છે. માત્ર ગુજરાત જ નહીં,મહારાષ્ટ્ર,મુંબઈ,પુણે,ઉત્તર પ્રદેશ,રાજસ્થાન જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે,ત્યાં ત્યાં ગરબા પહોંચ્યા છે. અને માત્ર ગુજરતીઓ નહીં આ પ્રદેશોના તમામ હિન્દુઓ પણ ગરબામાં જોડાય છે. પણ આ તમામની વચ્ચે આ નવરાત્રીમાં બે મુદ્દાની સૌથી વધુ ચર્ચા છે. ચર્ચા ગરબા પંડાલમાં ગેરહિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધની થઈ રહી છે. ચર્ચા ગરબા પંડાલોની અંદર ખાસ કરીને દિકરીઓના પહેરવેશને લઈને થઈ રહી છે. આ બે મુદ્દાની વિસ્તૃત ચર્ચા કરીશું. દિકરીઓના પહેરવેશ જ નહીં પણ તેમના શરીર પર કરાવેલા ટેટૂ અને બેકલેસ ચોલી અનેક લોકોની નજરે ચડી.
પહેલા વાત ગરબા ઉત્સવના પોષાકને લઈને...એ હકીકત છે કે ગરબા દાંડીયામાં ચમક દમક વધી છે. એ પણ હકીકત છે કે ગરબામાં મોર્ડનાઈઝેશન થયું છે..એ પણ હકીકત છે કે કેટલાક સિગર્સ ધ્યાન ખેંચે તેવા પોષાકમાં પણ જોવા મળે છે...એક સમયે સ્ત્રી સાડી અને પુરુષો કુર્તો પહેરીને સ્ટેજ પર દેખાતા. સમય સાથે એ પણ બદલાયું. વાત ખેલૈયાઓની. ટ્રેડિશનલી પુરુષો માટે કેડિયું અને દિકરીઓ માટે ઘાઘરા-ચોલી પરંપરાગત પોષાક ગણાય. એ પોષાકમાં આ ટ્રેડિશન કચ્છથી શરૂ થયેલું. અનેક કચ્છી હસ્તકલાના કારીગરો આ પોષાક તૈયાર કરે. આજે આ પોષાકને બેકલેસનું નામ આપવામાં આવે છે.. આપણા દાદી. એમના દાદી. એમના પણ પરદાદી. એ જમાનામાં પણ પહેરતા. જો કે ત્યારે લોકોની દ્રષ્ટિ અલગ હતી. આજે લોકોની દ્રષ્ટિ બદલાઈ છે....ગરબા પંડાલોમાં મહિલાઓના પોષાકને લઈ માત્ર ગુજરાત જ નહીં,બહારના પ્રદેશોમાં પણ કેવ કેવા નિવેદનો આવ્યા એ જોઈએ...અન્ય કોઈએ નહીં પણ મધ્યપ્રદેશના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઉષા ઠાકુરે શું કહ્યું એ સાંભળીએ.




















