શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | હજુ પણ ક્યાં થશે જળબંબાકાર?

Hun To Bolish | હું તો બોલીશ | હજુ પણ ક્યાં થશે જળબંબાકાર?

હવામાન વિભાગે આગાહી કરી છે કે, નવરાત્રિ વખતે વરસી શકે છે છૂટોછવાયો વરસાદ...હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય છે... જેને લઈ આવતીકાલે વરસશે ભારેથી અતિભારે વરસાદ...જો કે, નવરાત્રિ સમયે પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે...આવતીકાલે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે...

બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વરસ્યો મુશળધાર વરસાદ....યાત્રાધામ અંબાજીમાં તો ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે એકાએક વરસાદ તૂટી પડ્યો...ધોધમાર વરસાદ ખાબકી જતા માર્ગો પાણીમાં ગરકાવ થયા....દાંતા તાલુકામાં 2 કલાકમાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો... દાંતા નગર અને તાલુકાના સનાલી... મંડાલી... સાઢોસી... હળાદ... જેતપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો...ભારે વરસાદને લઈ દાંતા તાલુકાના રસ્તાઓ પાણી-પાણી થયા....અમીરગઢ તાલુકામાં પણ વરસાદી માહોલ રહ્યો... ઉકળાટભર્યું  વાતાવરણ હતું... બાદમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો...અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ... ધનપુરા... સોનવાડી.. સરોત્રા... બાલુન્દ્રા... વેરાઘાટા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો....લાખણી બજારમાં વરસાદી પાણી વહેતા થયા...બનાસકાંઠા જિલ્લાના બોર્ડર એરિયાના ગામોમાં પણ વરસાદ ખાબક્યો....બાપલા... વાછોલ... કુંડી... વક્તાપુરા સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો...જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પણ વરસાદી માહોલ રહ્યો...દાંતા તાલુકામાં ભારે વરસાદના કારણે બોરડીયા ગામની કિડી મકોડી નદી બેકાંઠે વહી....નદીમાં પાણીનો વધુ પ્રવાહ હોવાના કારણે નદી કાંઠે બોરડીયા શાળાના 50થી વધુ બાળકો અટવાયા....બાળકોના વાલીઓ અને ગ્રામજનોએ કમરસમા પાણીમાં બાળકોને જીવના જોખમે નદી પાર કરાવી....

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજે પોણા 4 ઈંચ વરસાદ વરસ્યો...ધોરાજીમાં સવારથી વરસાદી માહોલ હતો...બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો....શાકમાર્કેટ રોડ...ત્રણ દરવાજા સહિતના વિસ્તારો જળમગ્ન થઈ ગયા...માર્ગો પર બેથી ત્રણ ફૂટ સુધી પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા...ધોરાજી પાસે પસાર થતી સફુરાનદી બે કાંઠે વહેતી થઈ....કોઝ વે બંધ થઈ જતા પંચનાથ મહાદેવ મંદિરને જોડતો રસ્તો બંધ થયો.....ફુલઝર નદીમાં ઘોડાપૂર આવતા નાની પરબડી પાસેનો કોઝ વે પાણીમાં ગરકાવ થયો....ઉપલેટા તાલુકામાં પણ પોણા 3 ઈંચ વરસાદ વરસ્યો...ઉપલેટા શહેર ઉપરાંત તાલુકાના ખાખી જાળીયા, વાડલા, સેવંત્રા, ડુમીયાણી, ચીખલીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો...ઉપલેટા તાલુકાના તલંગણા ગામની નદીમાં પૂર આવ્યું....રાજકોટના જેતપુર તાલુકામાં પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો...અકાળા ચોકી..પીપળવા..જેતલસર..મોટા ગુંડાળા સહિતના ગામોમાં વરસાદના કારણે ઠેક ઠેકાણે પાણી ભરાયા....વરસાદને લઈને જેતપુર શહેરનો જૂનાગઢ રોડ...એમજી રોડ....દેસાઈ વાડી...ચાંદની ચોક સહિતનો વિસ્તાર પાણી..પાણી થઈ ગયો....માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા....ઉપરવાસમાંથી પાણીની આવકના કારણે ભાદર ડેમ ઓવરફ્લો થયો...ડેમમાંથી પાણી છોડાતા ભાદર નદી બે કાંઠે વહેતી થઈ.....દેરડીની બેઠી ધાબી વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા...સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર-1 ડેમ ફરી ઓવરફ્લો થયો...ડેમમાં 6 હજાર 400 ક્યૂસેક પાણીની આવક....ભાદર-1 ડેમના 7 દરવાજા બે ફુટ સુધી ખોલી નદીમાં પાણી છોડાયું...જેના કારણે નીચાણવાળા ગામોને સાવચેત કરવામાં આવ્યા..

જુનાગઢના ગિરનાર પર ધોધમાર વરસાદ વરસ્યો....એટલો વરસાદ પડ્યો કે જાણે પગથિયા પરથી ઝરણા વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા....ગિરનાર પર વરસાદના આ પાણી દામોદર કુંડ સુધી પહોંચ્યા...દામોદર કુંડમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો...ગિરનાર પરના વરસાદે જૂનાગઢ શહેરમાં તબાહી પણ મચાવી...માંગનાથ રોડ પરની બજારમાં વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી ગયા... જેને લઈ વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા...માંગનાથ રોડ બજાર જૂનાગઢ શહેરની મહત્વની બજાર છે... અહીં જૂનાગઢ શહેર અને આસપાસના ગામના લોકો ખરીદી માટે આવે છે...વેપારીઓએ આક્રોશ ઠાલવ્યો કે, ભૂગર્ભ ગટરનું કામકાજ ચાલુ હોવાથી આ સમસ્યા સર્જાઈ....વરસાદી પાણીના ધસમસતા પ્રવાહમાં વાહનો પણ તણાયા.. કાળવા ચોક પાસેના વોંકળામાં તો નદીની જેમ પાણી વહેતા થયા...જૂનાગઢના મ્યુનિસિપલ કમિશ્નરે દાવો કર્યો કે, ગિરનાર પર ભારે વરસાદ વરસ્યો હોવા છતાં સ્થિતિ કાબૂમાં છે...વરસાદને લઈ જૂનાગઢ શહેરના દોલતપરા... આઝાદ ચોક.. ગાંધી ચોક... મજેવડી ગેટ... તળાવ દરવાજા સહિતના વિસ્તાર પાણી-પાણી થયા..જૂનાગઢ શહેરની સાથે જિલ્લામાં પણ વરસ્યો વરસાદ... માણાવદરમાં 2 કલાકમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો... 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Embed widget