Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવે
કલોલ તાલુકાનું પલસાણા ગામ. આખા ગામમાં આક્રંદ છે. કારણ છે એક જ પરિવારના 4 લોકોના મૃતદેહ દ્વારકાથી પહોંચ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા જ્યાં ગઈકાલે રાત્રિના એક બસ, 2 કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં કુલ 7 લોકોના મૃત્યુ થયા તો 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. પટેલ ટ્રાવેલ્સની બસ અમદાવાદ આવવા નીકળી હતી. જે બરડીયા ગામ નજીક ફન હોટલ પાસેથી પસાર થઈ રહી હતી. આરોપ છે કે, ત્યાં ઓચિંતા રસ્તા આડે રઝળતું ઢોર આવી ગયું. અકસ્માત ટાળવા જતા બસ પલટી ખાઈ ગઈ અને બાજુમાંથી પસાર થતી બે કાર અને બાઈક પર પડી. જેમાં કાર અને બાઈકમાં સવાર વ્યકિતના દબાઈ જવાથી મોત થયા. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે વાહનોના ફૂરચા બોલી ગયા. સાત મૃતકોમાં બે માસૂમનો પણ સમાવેશ છે. સાંજના સમયે 4 મૃતદેહ એક મહિલા અને ત્રણ માસૂમ બાળકોના કલોલ તાલુકાના પલસાણા ગામમાં લાવવામાં આવ્યા. જ્યારે અન્ય બે મૃતદેહ ગાંધીનગર તાલુકાના ટીટોડા ગામે એક મહિલા અને એક બાળકમાં લઈ જવાયા છે