Hun To Bolish : હું તો બોલીશ : જીવ બચાવવા જંપ
અમદાવાદમાં બનેલી 12 જૂનની એ ગોઝારી ઘટના. જે સમગ્ર દુનિયા ક્યારેય નહી ભૂલી શકે.. કાળ સાબિત થયેલો તે દિવસ.. એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ નં. 171 ક્રેશ થઈ ગઈ હતી. આ પ્લેનમાં 12 ક્રૂ-મેમ્બર સહિત 242 લોકો હતા. આ પ્લેન જ્યાં પડ્યું એ હોસ્ટેલમાંથી ડોક્ટરો કૂદી રહ્યા હોવાના વીડિયો હાલમાં સામે આવ્યા છે... વીડિયોમાં જોઈ શકાય છે કે અતુલ્યમ હોસ્ટેલના એક સાઈડના ભાગમાં આગ લાગેલી છે તો બીજી તરફ એક યુવતી અને બે પુરુષ હોસ્ટેલના રૂમની બારીમાં ઊભાં છે. એ દરમિયાન એક યુવતી બારીની રેલિંગ કૂદીને ધીરે ધીરે નીચે ઊતરી બીજા રૂમની બારીની જાળી પકડીને નીચે ઊતરે છે, જ્યારે એક યુવક બારીની રેલિંગે ચાદર બાંધીને નીચે ઊતર્યો હતો. તો બીજો યુવક રૂમની અંદર પાછો જતો જોવા મળે છે.
આ સાથે જ વાત કરીએ તો સાંજના 6 વાગ્યા સુધી 163 DNA મેચ થયા... 124 મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે... જેમાં અમદાવાદના 41, વડોદરાના 16, આણંદના 9, ગાંધીનગરના 6 મૃતદેહ પરિવારને સોપાયા છે....
ઉદયપુરના 2, મહારાષ્ટ્રના 2, ગીર સોમનાથના 3, મહીસાગરનો 1, દિવના 5, રાજકોટનો 1, મુંબઇના 2 અને નડિયાદનો 1 મૃતદેહ સોપાયો....
આ અગાઉ પણ બે વીડિયો સામે આવ્યા હતા... જેમાં એક 12 જૂનનો છે.... હોસ્ટેલમાં પ્લેન અથડાયું ત્યાર બાદ કાટમાળમાં ફસાયેલા જે લોકો હતા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા... અને બીજા દ્રશ્યો .... જે કેન્ટીન સંપૂર્ણ બળીને ખાખ થઈ હતી....





















