Hun To Bolish : હું તો બોલીશ : કટકીનો કોન્ટ્રાક્ટ?
જૂનાગઢમાં નરસિંહ મહેતા તળાવના બ્યૂટિફિકેશનમાં નબળા બાંધકામનો લાગ્યો છે આરોપ. આ આરોપ ખુદ ભાજપના જ કોર્પોરેટર જયેશ બોઘરાએ લગાવ્યો છે. છેલ્લા ઘણા સમયથી જૂનાગઢની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા તળાવનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. કામને પૂર્ણ થવાની નિર્ધારિત સમય અવધી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ સુધી આ તળાવનું કામ પૂર્ણ કરાયું નથી .ત્યારે વોર્ડ નંબર 7ના કોર્પોરેટર જયેશ બોઘરાએ તળાવના કામની આકસ્મિક તપાસ કરી .તો સામે આવ્યું કે, દિવાલમાં ટાઈલ્સ લગાડવાના કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. સાથે જયેશ બોઘરાએ દાવો કર્યો કે, બ્યૂટિફિકેશનની કામગીરીમાં નબળી ગુણવતાના માલ સામાનનો ઉપયોગ કરાઈ રહ્યો છે. સમગ્ર મુદ્દે તેમણે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે. તો બીજી તરફ વિપક્ષે પણ આરોપ લગાવ્યો કે, નરસિંહ મહેતા તળાવમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહેલ છે.. આ એક પૈસા કમાવવાનું સાધન બની ગયું છે. આવો સાંભળી લઈએ કોર્પોરેટરે લગાવેલા આરોપ...



















