Hun To Bolish : હું તો બોલીશ : કોણ રમે છે શિખંડી ચાલ?
અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા બાદ ઉપલેટા-ધોરાજીના ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા વિરુદ્ધ એક લેટર વાયરલ થયો છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યા છે કે, ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા ભ્રષ્ટાચાર કરવામાં ગળાડૂબ છે. નાના કોન્ટ્રાકટરથી લઈ દેશી દારૂનું વેચાણ કરનારા લોકો પાસે 2થી 3 હજાર રૂપિયાના ઉઘરાણા કરે છે. પોલીસ સ્ટેશન, PGVCALના એન્જિનિયર, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, ડેપ્યુટી કલેકટર પાસેથી હપ્તા લેતા હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષથી ચીફ ઓફિસર સાથે મળી ભ્રષ્ટાચાર આદરતા હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નગરપાલિકાની ચૂંટણીમાં જેને ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી તેવા લોકો પાસેથી કરોડોનો વહીવટ કરી ટિકિટ આપ્યા હોવાનો લેટરમાં આરોપ લગાવવામાં આવ્યો છે.
મહેન્દ્ર પાડલિયાએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે આ પત્ર રાજકીય ષડયંત્રનો ભાગ છે. તેમણે એવો પણ સંકેત આપ્યો છે કે આમાં તેમની પોતાની પાર્ટીના કેટલાક કાર્યકરો સંડોવાયેલા હોઈ શકે...





















