Hun To Bolish | હું તો બોલીશ | કોના પાપે આંસુનો દરિયો? Part 2
Hun To Bolish | હું તો બોલીશ | વજુભાઈ વાળા... જેમણે ગેમ ઝોન અગ્નિકાંડને લઈ રાજકોટ મહાનગરપાલિકાને ઠેરવી છે જવાબદાર...વજુભાઈએ લગાવ્યો આરોપ કે, અધિકારીઓ આર્થિક વ્યવહાર કરી ખોટા કામ કરે છે... આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે ખાતાકીય નહીં...પણ સરકાર કાયદાકીય કાર્યવાહી કરે....વજુભાઈએ માગ કરી કે, શેડમાં ઉભા કરાયેલા તમામ ગેમ ઝોન બંધ કરાવવામાં આવે...
હવે એક તસ્વીર જોજો....જેમાં રાજકોટ પોલીસ, મહાનગરપાલિકા સહિત આખા પ્રશાસનની પોલ ખુલ્લી છે....2 વર્ષ પહેલાની આ તસ્વીરમાં મોજ મજા માણતા જોઈ શકાય છે....રાજકોટના તત્કાલિન કલેક્ટર અરુણ મહેશ બાબુ...તત્કાલિન એસ.પી. બલરામ મીણા....તત્કાલિન મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા....તત્કાલિન ડીસીપી ઝોન-1 પ્રવીણ મીણા....એટલું જ નહીં આ અધિકારીઓ અને સાહેબોનું TRP ગેમ ઝોનના કર્તાધર્તાઓએ બૂકે આપી સ્વાગત પણ કર્યું હતું...હવે સવાલ એ છે કે શું આ અધિકારીઓને ફાયર સેફ્ટીનો અભાવ ન દેખાયો...શું આ અધિકારીઓમાં પરવાનગી મુદ્દે સવાલ ન ઉઠ્યો...કે શું આ અધિકારીઓની જ મીઠી નજર હેઠળ ચાલતું હતું આ ગેમઝોન?...
TRP ગેમ ઝોનના નફ્ફટ સંચાલકો પહેલેથી જ પોતાના બચાવમાં એક અંગ્રેજીમાં બાંહેધરી ફોર્મ ભરાવી લેતા કે,....ગેમ ઝોનમાં જો કોઈને ઈજા કે કોઈનું મૃત્યુ થયુ તો ગેમ ઝોનના સંચાલકો જવાબદાર નહીં રહે...નુકસાનનો દાવો પણ નહીં કરી શકે તેવી ફોર્મમાં શરત હતી...