Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં અટવાય છે રી-ડેવલપમેન્ટ?
Hun To Bolish | હું તો બોલીશ | અમદાવાદના પાલડી વિસ્તારની વિતરાગ સોસાયટી....50 વર્ષ જૂની આ સોસાયટીના 156 મકાન જર્જરિત છે...એવામાં રિ-ડેવલપમેન્ટને લઈ વિવાદ છેડાયો...તાજેતરમાં જ એક મકાનની છત ધરાશાયી થતાં એક વ્યક્તિને સોસાયટીના હોદ્દેદારો સામે નોંધાવી છે ફરિયાદ...ફરિયાદીના મતે સોસાયટી જર્જરિત છે... તેમ છતાં હોદ્દેદારો તેનું રિડેવલપમેન્ટ નથી કરાવી રહ્યા...જો કે, હોદ્દેદારોએ પ્રેસ કૉન્ફ્રેન્સ કરી આરોપ ફગાવ્યા...
ન માત્ર પાલડીની વિતરાગ સોસાયટી... શહેરની અનેક સોસાયટીઓ છે જર્જરિત અને રિડેવલપમેન્ટને લઈ રહીશોમાં વિવાદ છે...અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી બિરજુ સોસાયટી 45 વર્ષ જૂની છે...રહીશોના મતે સોસાયટીના મકાનોમાં સળિયા પણ દેખાઈ રહ્યા છે... પરંતુ કેટલાક લોકોના કારણે રિડેવલપમેન્ટ નથી થઈ રહ્યું...
વર્ષ 2016માં રી-ડેવલપમેન્ટ પોલીસી આવી
2019માં ગુજરાત ફ્લેટ ઓનરશીપ એક્ટ રી-ડેવલપમેન્ટ સંબંધિત એમેન્ડમેન્ટ
75% હયાત લોકો સમંત હોય તો રી-ડેવલપમેન્ટ થઈ શકે






















