Hun To Bolish : હું તો બોલીશ : લાભપાંચમથી જ નુકસાન !
હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસ્યો કમોસમી વરસાદ. સમી સાંજે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો.. ગૌરવ પથ, પાલનપુર પાટીયા, રિંગ રોડ, ઉધના દરવાજા, અઠવા ગેટ, પાલ ,અડાજણ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ વરસાદથી રોડ-રસ્તા પર વરસાદી પાણી ભરાવાના શરૂ થયા. સુરત શહેરમાં આજે અને આવતીકાલે કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સુરત જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ માવઠું પડ્યું. ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં પણ વરસ્યો છુટોછવાયો વરસાદ. જબુંસર, આમોદ, વાગરામાં હળવો વરસાદ વરસ્યો. તો ભરૂચ, ઝઘડીયા, અંકલેશ્વર, હાંસોટ, વાલીયામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી. છેલ્લા 2 દિવસથી વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. વલસાડ શહેરમાં પવન સાથે વરસાદથી રોડ-રસ્તા પાણી પાણી થયા. વલસાડના વાપીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. વાપી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ગઈકાલે વલસાડ-વાપી વચ્ચે નેશનલ હાઈવે પર પણ ધોધમાર વરસાદથી પાણી ભરાયું હતું. ઉમરગામ તાલુકામાં પણ વરસ્યો કમોસમી વરસાદ. ઉમરગામના નારગોલમાં ધોધમાર વરસાદ ખાબક્યો. વલસાડના ધરમપુર તાલુકાના વાતાવરણમાં આવ્યો પલટો. અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયુ. તાપી જિલ્લામાં પણ વરસ્યું માવઠું.. વ્યારા, ડોલવણ, વાલોડ, બાજીપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. વ્યારા શહેરના નવા બસ સ્ટેશન વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસતા રોડ-રસ્તા વરસાદી પાણીતી ભીંજાયા. નવસારી જિલ્લામાં વરસ્યો ધોધમાર કમોસમી વરસાદ. ગણદેવી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. અમલસાડ, બીલીમોરા સહિતના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા માવઠાથી વિઝિબિલિટી ડાઉન થઈ.. વિઝિબિલિટી ડાઉન થતા વાહનો ચાલકો હેડલાઈટ ચાલુ રાખવા મજબુર બન્યા.. ધોધમાર વરસાદ વરસતા રોડ-રસ્તા પણ જળભરાવની સ્થિતિ ઉદ્ભવી.





















