Hun To Bolish : હું તો બોલીશ : મૃતકોને અંતિમ વિદાય
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના આવતીકાલે રાજકોટમાં રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર. વિમાન દુર્ઘટનાના 70 કલાક બાદ સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના DNA મેચ થયા. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પરિવારજનો આજે ગાંધીનગરમાં જ રોકાશે. જ્યારે આવતીકાલે સવારે 11.30 વાગ્યે પરિવારજનોને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનો પાર્થિવદેહ સોંપવામાં આવશે. જ્યાંથી વિજયભાઈના પાર્થિવદેહને બપોરે 12.30 વાગ્યે અમદાવાદ એયરપોર્ટથી હવાઈ માર્ગે રાજકોટ લઈ જવાશે. કાલે બપોરે અઢી વાગ્યે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ એયરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી લઈ જવાશે. અહીંથી બાલક હનુમાન ચોક...કેડી ચોક....પુજીત રૂપાણી ટ્રસ્ટથી. ભાવનગર રોડ ઝોન ઓફિસ...કિશાનપરા ચોક...હનુમાન મઢી ચોક....રૈયા રોડથી નિર્મલા કોન્વેન્ટ રોડથી તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટીમાં પાર્થિવદેહ લાવવામાં આવશે...સાંજે 4 વાગ્યાથી 5 વાગ્યા સુધી પાર્થિકદેહને અંતિમ દર્શન માટે રખાશે...સાંજે 5 વાગ્યે રામનાથ પરા સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે...17 જુને રાજકોટના રેસકોર્ષ મેદાનમાં બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી પ્રાર્થના સભા યોજાશે.. જ્યારે 19 જુને ગાંધીનગર સેક્ટર 17ના એક્ઝિબિશન સેન્ટરના હોલમાં સવારે નવથી બપોરના 12 વાગ્યા સુધી પ્રાર્થના સભા યોજાશે.. 20 જુને ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ પર સાંજે ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી પ્રાર્થના સભા યોજાશે....રાજ્યસરકારે આવતીકાલે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે....





















