શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : નેતાજીનું કૌભાંડી પરિવાર?

દાહોદ જિલ્લામાં થયેલા મનરેગાના કૌભાંડમાં કૃષિ અને પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડના બંને પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડની ધરપકડ થઈ છે. મનરેગાની અંદર કોઈ પણ પ્રકારનું કામ કર્યા સિવાય ખોટા બિલો મૂકી 35 એજન્સીઓએ 71 કરોડનું કૌભાંડ આચર્યું હતું. 35 એજન્સીઓ હતી તે પૈકી રાજ કન્સ્ટ્રશનના માલિક છે બળવંત ખાબડ. કિરણ ખાબડની કંપની શ્રી રાજ ટ્રેડર્સ છે.

ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના મનરેગા યોજનાના 430 જેટલા કામમાં 7 કરોડ 30 લાખના ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસના નેતા હીરા જોટવા, તેના પુત્ર દિગ્વિજય જોટવા અને હાંસોટના TDO કચેરીના આઉટસોર્સિંગના કર્મચારી રાજેશ ટેલરની ધરપકડ કરવામાં આવી. વેરાવળની જલારામ એન્ટરપ્રાઈઝ અને મુરલીધર એન્ટરપ્રાઈઝ નામની એજન્સીઓએ આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાના 56 ગામમાં ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ છે. 430 કામમાં 7 કરોડ 30 લાખ રૂપિયાનું કૌભાંડ થયાની ફરિયાદ ગ્રામ વિકાસ એજન્સીના પ્રાયોજના અધિકારીએ નોંધાવી હતી . ત્યારબાદ ભરૂચ SP મયૂર ચાવડાએ SITની રચના કરી હતી. SITની ટીમે ત્રણેય તાલુકાના શ્રમિકો અને કર્મચારીઓના નિવદનો લીધા. બાદમાં જલારામ એન્ટપ્રાઈઝના પિયુષ નુકાણી અને મુરલીધર એન્ટપ્રાઈઝના જોધા સભાડની નામજોગ ફરિયાદ નોંધાઈ. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મનરેગાનું કામ કરનાર જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ બંને હીરા જોટવાની જ એજન્સી છે...બંને એજન્સીઓએ મટીરીયલ સપ્લાય કર્યા વગર ખોટા જોબ કાર્ડ બનાવી સરકારી રૂપિયા મેળવી લીધા હોવાનો આરોપ છે. ઉપરાંત જે જગ્યાએ કામ ન થયું હોય એવી જગ્યાના ખોટા બિલો પણ તૈયાર કરવામાં આવ્યા હોવાનો પણ આરોપ છે...ખોટા બિલો બનાવવાનું કામ હાંસોટના TDO કચેરીના આઉટસોર્સિંગના કર્મચારી રાજેશ ટેલર કરતા હોવાનો અને પૈસાની લેવડ દેવડ હીરા જોટવાનો પુત્ર દિગ્વિજય કરતો હોવાનો આરોપ છે. ખોટી રીતે મેળવાયેલ નાણાં હીરા જોટવા અને તેના પરિવારજનોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાતા હોવાનો દાવો કરાયો છે. ભરૂચ પોલીસે આ મુદ્દે વર્ષ 2021થી 2025 સુધી વિવિધ ગામોમાં થયેલા કામોની પ્રગતિની ચકાસણી કરી...આ ઉપરાંત અનેક સરકારી દસ્તાવેજો પણ તપાસ્યા જેના અંતે આ કાર્યવાહી કરવામાં આવી. બન્ને એજન્સીઓએ માનવશ્રમનો ઉપયોગ કર્યા વગર જ જાતે જ યાંત્રિક મશીનરીથી રોડ રસ્તાના કામો કર્યા હતા. જેમા શ્રમયોગીઓને રોજગારી મળી ન હતી. આ મુદ્દે હિરા જોટવા અને રાજેશ ટેલરને આજે કોર્ટમાં રજૂ કરી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જો કે, કોર્ટમાં રજૂ કરતા પહેલા હીરા જોટવાએ શું કહ્યું તે સાંભળી લઈએ. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો

Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ

અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત

આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો

ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 

રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ

ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ

Embed widget