Hun To Bolish : હું તો બોલીશ : OBCના એક્કા
ગુજરાત ભાજપના અધ્યક્ષ કોણ હશે તે ચર્ચાનો આખરે આવ્યો અંત. નિકોલથી ધારાસભ્ય અને સરકારમાં મંત્રી એવા જગદીશ વિશ્વકર્માને સોંપાઈ ગુજરાત ભાજપની કમાન. તેમણે વિજય મૂહુર્તમાં કમલમમાં ઉમેદવારી ફોર્મ ભર્યું..જો કે અન્ય કોઈએ ફોર્મ ન ભરતા જગદીશ વિશ્વકર્મા બિનહરીફ રહ્યા. જેની સત્તાવાર જાહેરાત ભાજપ તરફથી ટૂંક સમયમાં થશે. પણ આ સાથે જ હવે ગુજરાતના ત્રણ મુખ્ય પક્ષો ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં અધ્યક્ષ તરીકે ઓબીસી નેતાઓને સ્થાન મળ્યું. ભાજપે સંગઠનની જવાબદારી સોંપી જગદીશ વિશ્વકર્માને. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે અમિત ચાવડા અને આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ છે ઈસુદાન ગઢવી. આમ ગુજરાતમાં ઓબીસી જ્ઞાતિનો દબદબો કેટલો છે એ સ્પષ્ટ જોઈ શકાય છે. આવતા વર્ષે ગુજરાતમાં પાલિકા-પંચાયતોની ચૂંટણી થશે.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના હોવાથી ગુજરાતમાં ઓબીસી મતોનું પ્રભત્વ જોતાં ભાજપે આ પસંદગી કરી હોઈ શકે છે. વાત જગદીશ વિશ્વકર્માની કરીએ તો બૂથ લેવલ કાર્યકર્તાથી શરૂઆત કરી. ત્રણ વાર અમદાવાની નિકોલ બેઠકથી વિધાનસભાની ચૂંટણી લડી,ત્રણેય વાર જીત્યા. સરકાર અને સંગઠનમાં બહોળો અનુભવ ધરાવે છે. તો કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા પણ 2004થી રાજકારણમાં સક્રિય છે. ગત 2022ની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર છતાં પોતે સારી મતોના અંતરથી આંકલાવ બેઠક પર જીત્યા. અને પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું. તો આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ પત્રકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી. બાદમાં આપમાં જોડાયા. વર્ષ 2022માં વિધાનસભા ચૂંટણીમાં આપ તરફથી મુખ્યમંત્રી પદનો ચહેરો રહ્યા. દ્વારકાની ખંભાળિયા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા અને હાર્યા..





















