Hun To Bolish : હું તો બોલીશ : વિદેશના મોહમાં માર ખાવાનો વારો!
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશના મોહમાં માર ખાવાનો વારો!
જીવના જોખમે વિદેશ જવાનો મોહ ગુજરાતીઓને છૂટતો નથી....આ જ મોહના કારણે ગાંધીનગર માણસા તાલુકાના બાપુપુરા અને બાદપુરા ગામના 4 લોકોને માર ખાવાનો વારો આવ્યો...વાત એમ છે કે, આ ચારેય દિલ્લીના એજન્ટ મારફતે 19 ઓક્ટોબરે અમદાવાદથી ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા....ચારેયને દિલ્લીથી બેંગકોંક અને દુબઈ બાદ ઈરાનના તેહરાન લઈ જવામાં આવ્યા...એટલું જ નહીં તેહરાનમાં દંપતીને બંધક બનાવ્યા અને અન્ય યુવકને નગ્ન કરીને માર મારતો પરિજનોને વીડિયો બાબાખાન નામના એજન્ટે મોકલ્યો.....આ મુદ્દે બાપુપુરા ગામના સરપંચે માણસાના ધારાસભ્ય જે.એસ પટેલને જાણ કરી....ધારાસભ્યએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી મદદ માંગી...તેમજ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પણ જાણ કરી...સરકારના પ્રયાસના કારણે ઈરાનમાં ભારતીય દૂતાવાસે ગુજરાતીઓને છોડાવવા ઓપરેશન કર્યું...અને કલાકોની અંદર ચારેય બંધકોને છોડાવવામાં આવ્યા.....ચારેય લોકો વાયા દિલ્હી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા...અમદાવાદ એરપોર્ટથી પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીની કારમાં પોલીસ કાફલા સાથે 2 લોકોને લોકલ ક્રાઇમ બ્રાન્ચ-1ની ઓફિસે લવાયા છે... જ્યારે અન્ય બે લોકોની તબિયત ખરાબ હોવાથી તેમને હોસ્પિટલ લઈ જવાયા...ચર્ચા એ પણ છે કે, ખંડણીખોરોને અઢી કરોડ રૂપિયા આપ્યા બાદ તેમને છોડવામાં આવ્યા....
===================
વિદેશમાં ગેરકાયદે પ્રવેશવાથી મોતની ઘટના
2 એપ્રિલ 2023માં કેનેડાથી ગેરકાયદે અમેરિકા જવામાં મહેસાણાના ચૌધરી પરિવારનું મોત થયું હતું...મહેસાણામાં રહેતા ત્રણ એજન્ટે ખાતરી આપી હતી કે, તે 60 લાખમાં પરિવારને કેનેડાથી ટેક્સીમાં અમેરિકાની બોર્ડર પાર કરાવશે..પરંતુ બાદમાં બોટમાં બેસાડી દીધા... અને બોટ ડૂબી જતા 50 વર્ષના પ્રવીણભાઈ ચૌધરી.. પત્ની દક્ષાબહેન... પુત્ર મીત અને પુત્રી વિધિ પરિવારના ચારેય સભ્યનું મૃત્યુ થયું....
------------------
19 જાન્યુઆરી 2022માં કેનેડાથી અમેરિકા બોર્ડર ક્રોસ કરતા સમયે ડિંગુચાનાં પરિવારના 4 સભ્યો ઠંડીમાં થીજી જતાં મોત થયા હતા...આ મુદ્દે ડિંગુચાનાં પરિવારને વિદેશ મોકલનાર એજન્ટ ભાવેશ પટેલ, યોગેશ પટેલ અને બોબી ઉર્ફ ભરત પટેલની ધરપકડ કરાઈ હતી...ભાવેશ અને યોગેશ એક વ્યક્તિ દીઠ 60થી 65 લાખ રૂપિયા લેતા હતા....ડિંગુચાનાં પરિવાર સહિત 11 લોકોને કેનેડાથી અમેરિકા મોકલ્યા હતા....જેમાં 7 લોકો અમેરિકા પહોંચી ગયા હતા અને ડિંગુચાનો પરિવાર માઈન્સ 30 ડિગ્રી ઠંડીમાં થીજી જતાં બરફમાં મોતને ભેટ્યો હતો...પહેલા આ પરિવારને દુબઈ લઈ જવામાં આવ્યો હતો....ત્યાંથી ટોરેન્ટો અને વિનિપેગ થઈ અમેરિકામાં ઘૂસાડવાના હતા....પરંતુ વિનિપેગમાં જ બે બાળકો અને પતિ-પત્નીનું મૃત્યુ થયું હતું....
-------------
14 જાન્યુઆરી, 2022માં મહેસાણા જિલ્લાના વસાઈના એક દંપતીને કડવો અનુભવ થયો.....અમદાવાદ રહેતા મીતેશ પટેલે વિદેશ જવાની લાલચમાં 1 કરોડ, 57 લાખ, 30 હજાર રૂપિયા ગુમાવ્યા હતા..મીતેશ પટેલ અને તેના પરિવારના 4 સભ્યોને કોલકાતા અને દિલ્લીમાં 3 મહિના સુધી બંધક બનાવાયા....આ સમયે બંદૂકની અણીએ કેનેડા પહોંચી ગયાનો ફોન તેમના પરિવારજનોને કરાવી દોઢ કરોડથી વધુ રૂપિયા પડાવાયા હતા.....આ કેસમાં હ્યુમન ટ્રાફિકિંગનો એંગલ પણ સામે આવ્યો હતો.. બંધક બનાવેલાયા બાળકો સહિત કુલ 15 લોકો પૈકી 5 વર્ષની બાળકીને વેચી દેવાનો એજંટોનો પ્લાન હતો... ગાંધીનગર પોલીસે સમયસર ઑપરેશન પાર પાડી... 15 લોકોને મુક્ત કરાવ્યા.....આ કેસમાં પોલીસે રાજેશ પટેલના નામનો એજંટ ઝડપાયો હતો..
===================
આ વર્ષની જૂની હત્યાની ઘટનાઓ
અમેરિકામાં 16 સપ્ટેમ્બરે એક ગુજરાતીની હત્યા થઈ....સાઉથ કેરોલિનામાં છેલ્લા 23 વર્ષથી રહેતા બોરસદના કિરણબેન પટેલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.. 49 વર્ષીય કિરણબેન પટેલ એક સ્ટોર ચલાવતા હતા....અને તેમના સ્ટોરમાં લૂંટના ઈરાદે આવેલ બુકાનીધારી શખ્સે આડેધડ ફાયરિંગ કરીને કિરણબેનની હત્યા કરી નાખી
-----------------------
7 જૂને ન્યુ જર્સીના ઓક્ટ્રી રોડ પર ચાર લૂંટારુંઓએ વિરાણી જ્વેલર્સમાં લાખો ડોલરની લૂંટ ચલાવી...લુટારુઓ કાર લઈને આવ્યા...લૂંટ કરી આતંક મચાવ્યો... વિરાણી જ્વેલર્સમાં તોડફોડ મચાવી... તમામ દાગીનાઓ લઈને ફરાર થઈ ગયા....
------------------------
15 મેએ ગાંધીનગરના ડિંગુચા ગામના વતની પરેશ પટેલની સ્ટોરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી....ડેવિડ હેમિલ્ટન નામનો વ્યક્તિ ગ્રાહકના સ્વાગમાં સ્ટોરમાં આવ્યો.. પહેલા તો કેટલીક વસ્તુની ખરીદી બાદમાં પરેશભાઈ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી દીધુ....
------------------------
20 માર્ચે વર્જિનિયામાં મહેસાણાના પિતા-પુત્રીની ગોળી મારીને કરી દેવામાં આવી હત્યા.. મુળ મહેસાણાના કનોડા ગામના અને એકોમેક કાઉન્ટીમાં રહેતા પ્રદીપકુમાર પટેલ અને તેની 24 વર્ષીય પુત્રી ઉર્મિલાની અશ્વેત શખ્સે દુકાનમાં ઘુસીને ગોળી મારીને હત્યા કરી..





















