(Source: ECI | ABP NEWS)
Hun To Bolish : કોણ બનશે મંત્રી?
Hun To Bolish : હું તો બોલીશ : કોણ બનશે મંત્રી?
ગુજરાતના રાજકારણને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલના નિવાસ સ્થાને મળેલી મહત્વની બેઠક પૂર્ણ થઈ છે. મુખ્યમંત્રી સાથે તમામ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા છે. મુખ્યમંત્રી સિવાય તમામ 16 મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા છે.
ગુજરાતના મંત્રીઓએ આપેલા રાજીનામા રાજ્યપાલને સોંપવામાં આવશે. તમામના રાજીનામા તૈયાર હતા. મંત્રીઓએ રાજીનામામાં સહી કરી હતી. અન્ય કોઈપણ પ્રકારની સૂચના આપવામાં આવી નથી. પક્ષના કહેવાથી તમામે રાજીનામા આપ્યા છે. સૌપ્રથમ રાજીનામું જગદીશ વિશ્વકર્માએ આપ્યું હતું. જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના અધ્યક્ષ છે. વીડિયોમાં જૂઓ સંપૂર્ણ અહેવાલ અહીં...





















