Hun To Bolish : હું તો બોલીશ : બદમાશ બાબુ
બનાસકાંઠામાં સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર અને ઓફિસ સુપ્રિટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા. સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર અંકિતા ઓઝા અને પ્લાનિંગ આસિસ્ટન્ટ ઈમરાનખાન નાગોરીએ 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. બંને લાંચિયા અધિકારીએ ફરિયાદીના મિત્રના બે પ્લોટમાં બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી, તેમજ ઘટાડેલ સ્ટેમ્પ ડ્યટુીનું ચલણ ઝડપથી આપવા માટે લાંચ માંગી હતી. જો કે ફરિયાદી લાંચ ન આપવા માગતા હોવાથી ACBનો સંપર્ક કર્યો. ACBએ છટકું ગોઠવીને સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર અને પ્લાનિંગ આસિસ્ટન્ટને ત્રણ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા. ત્યારબાદ ACBએ સ્ટેમ્પ ડ્યૂટી ઓફિસ અને જુદા જુદા સ્થળોએ તપાસ હાથ ધરી. છેલ્લા 12 મહિનાથી સ્ટેમ્પ ડ્યુટીના વ્યવહારને લઈને વિવાદમાં હતા નાયબ કલેક્ટર અંકિતા ઓઝા. અમારા સંવાદદાતા હારુન નાગોરીએ મહેસાણાની રામલખન સોસાયટીમાં તેમના નિવાસ સ્થાને તપાસ કરી તો પરિવારના સભ્યો કેમેરા સામે આવ્યા નહીં. અને મકાન બંધ કરી તેમા પૂરાઈ રહ્યા.





















