(Source: Poll of Polls)
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'ખજૂર' ?
સોશલ મીડિયા ઈન્ફ્લુએન્સર નીતિન જાની એટલે કે ખજુરભાઈની રાજનીતિમાં થશે એન્ટ્રી.. ખજૂરભાઈએ વર્ષ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યો છે.
સોશલ મીડિયા ઈન્ફ્લુએન્સર નીતિન જાની એટલે કે ખજુરભાઈની રાજનીતિમાં થશે એન્ટ્રી. ખજૂરભાઈએ વર્ષ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યો છે.. રાજકોટના એક કાર્યક્રમમાં રાજનીતિમાં પ્રવેશવાનું મન બનાવી લીધાનું ખજૂરભાઈએ સ્પષ્ટ નિવેદન કર્યુ.. એટલુ જ નહીં. ખજૂરભાઈએ ભણેલા ગણેલા યુવાનોને પણ ચૂંટણી લડવાની અપીલ કરી. સાથે જ કહ્યુ કે પાર્ટી ગમે તે હોય, એક્શનમાં વટ્ટથી ચૂંટણીમાં ઉતરજો.. જો કે ખજૂરભાઈએ બેઠક અને રાજકીય પક્ષ હજુ નક્કી ન કર્યાનો દાવો કર્યો છે..પરંતુ ખજૂરભાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની કાર્યશૈલીની પ્રશંસા કરી.





















