શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | સદસ્યતા અભિયાનમાં આ તો કેવી ગોઠવણ?

Hun To Bolish | હું તો બોલીશ | સદસ્યતા અભિયાનમાં આ તો કેવી ગોઠવણ?

મહેસાણા જિલ્લાનું વિસનગર શહેર....જ્યાં એક વીડિયોમાં એક વ્યક્તિ વિસનગરની જી.ડી જનરલ હૉસ્પિટલના સ્ટાફ પર ગુસ્સો ઠાલવી રહ્યા છે....ગુસ્સાનું કારણ સ્ટાફ તરફથી સારવારમાં કોઈ કમીને લઈને નહીં...પણ ભાજપનું જે સદસ્યતા અભિયાન ચાલે છે તેમાં જોડી દેવાને લઈને છે...સમગ્ર ઘટનાની વાત કરીએ તો, વીકુભા જાગીરદાર નામના વ્યક્તિ... તેમના પત્નીને ઈન્જેક્શન અપાવવા વીસનગરની સરકારી હોસ્પિટલમાં ગયા હતા... આ સમયે એક કર્મચારીએ મોબાઈલ નંબર માગી... OTP મેળવ્યા... બાદમાં જ્યારે ભાજપના સદસ્ય બન્યાનો મેસેજ આવ્યો... ત્યારે વીકુભાને ખબર પડી કે, તેમને તો ભાજપના સદસ્ય બનાવી દેવાયા છે....જેના કારણે વીકુભાએ હોસ્પિટલના સ્ટાફ પર ગુસ્સો ઠાલવ્યો... વીકુભાએ સવાલ કર્યો કે, શું ભાજપમાં જોડાઈ તો જ સારવાર કરશો... 

સુરેન્દ્રનગર જિલ્લો...અહીં તો શાળાઓમાં જાણે ભાજપનો પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે... 2 શાળામાં વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવી દીધા.....જેમાંની એક શાળા તો સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલની હતી...મહેન્દ્ર પટેલની ઈન્ડિયન પબ્લિક સ્કૂલ નામની શાળા છે...જેના વ્હોટ્સએપ ગ્રુપમાં મેસેજ આવ્યો કે, આ લિંક પર ક્લિક કરી... ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવો...વિદ્યાર્થીઓ અને વાલીઓના મોબાઈલમાં આ મેસેજ આવતા વાલીઓએ વિરોધ કર્યો...વાલીઓ જ્યારે શિક્ષણાધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા... તો મહિલા શિક્ષણાધિકારી ઓફિસ છોડીને ચાલતી પકડી... જેને લઈ વાલીઓએ રોષ ઠાલવ્યો...

તો બીજી તરફ સુરેન્દ્રનગર શહેરથી માત્ર વીસેક કિલોમીટર દૂર આવેલા અણીન્દ્રા ગામમાં પણ વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવી દેવાયા...એમ.આર. ગાર્ડી નામની શાળામાં અભ્યાસ કરતા બાળકોને શાળાના એક શિક્ષક તરફથી કહેવાયું કે, જી શાળા એપ્લિકેશન ડાઉનલોડ કરવાની હોવાથી ઘરેથી મોબાઈલ લઈને આવજો....બીજા દિવસે વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને શાળાએ પહોંચ્યા...બાદમાં ખબર પડી કે, વિદ્યાર્થીઓને તો ભાજપના સદસ્ય બનાવી દેવાયા છે....આ ઘટનાને લઈ વિવાદ છેડાયો....આરોપ છે કે, જે શિક્ષકે મોબાઈલ મગાવી બાળકોને ભાજપના સદસ્ય બનાવ્યા... તે શિક્ષક RSS સાથે જોડાયેલા છે...વિદ્યાર્થીઓ અને વાલીઓની સંમતિ વિના જ બાળકોને ભાજપના સદસ્ય બનાવી દેવાયા...ચોંકાવનારી વાત તો એ કે, આ બાળકો 18 વર્ષથી નીચેની વયના છે... વિવાદ થતાં જિલ્લા શિક્ષણ વિભાગે શાળા સંચાલકને નોટિસ ફટકારી...તો કૉંગ્રેસે કટાક્ષ કર્યો કે, ભાજપના સદસ્યતા અભિયાનને ફીકો પ્રતિસાદ મળતા... હવે વિદ્યાર્થીઓને જોડવામાં આવી રહ્યા છે....

ભાવનગર શહેરમાં પણ સદસ્યતા અભિયાનની ઝૂંબેશ ચાલી રહી છે...જેમાં શહેર સંગઠનને 2 લાખ સભ્યો બનાવવા માટેનો ટાસ્ક આપવામાં આવ્યો છે....એવામાં ભાજપના સિનિયર નગરસેવક અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન યુવરાજસિંહ ગોહિલનો એક વીડિયો વાયરલ થયો...જેમાં તેઓ કહી રહ્યા છે કે, 100 સભ્ય બનાવો અને 500 રૂપિયા લઈ જાવ...તો બીજી તરફ આ મુદ્દે કોંગ્રેસે આરોપ લગાવ્યા હતા કે, ભાજપના 25 વર્ષના શાસનમાં વિકાસના કામો કર્યા નથી...માટે રૂપિયા આપીને સભ્ય નોંધણી કરવી પડે છે....સમગ્ર મુદ્દે ભાવનગર શહેર ભાજપ પ્રમુખનું કહેવું છે કે, સમગ્ર મુદ્દે તપાસ કરાશે....

ભાજપના સદસ્યતા અભિયાન મુદ્દે ખેડા જિલ્લા કૉંગ્રેસે આરોપ લગાવ્યો કે, ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા VCE પાસે બળજબરી પૂર્વક સદસ્યતા અભિયાન હેઠળ 200 સભ્યો બનાવાયા....રાજ્ય સરકારના નાણાં પંચમાંથી VCEને પગાર ચુકવાય છે...પરંતુ ભાજપના ધારાસભ્યો VCE પાસે પક્ષની કામગીરી કરાવડાવે છે....સમગ્ર મુદ્દે કૉંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું...

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સદસ્યતા અભિયાનમાં આ તો કેવી ગોઠવણ?
Hun To Bolish | હું તો બોલીશ | સદસ્યતા અભિયાનમાં આ તો કેવી ગોઠવણ?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Valsad Train Accident | વલસાડ રેલવે સ્ટેશન પાસે ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઉતરી ગયું, દહાણુંમાં માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ખળી ગયાMehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાંLebanon walkie-talkie blasts | ફરી વોકી ટોકી બ્લાસ્ટથી હચમચી ગ્યું લેબનાન, 20થી વધુના મોતMorbi | મચ્છુ-3 ડેમમાં મનાઈ છતા 2 આયોજકોએ કરાવ્યું વિસર્જન અને પછી... જુઓ શું થઈ કાર્યવાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
પૈસા તૈયાર રાખો! આ સરકારી કંપની 10,000,000,000 નો IPO લાવી રહી છે
પૈસા તૈયાર રાખો! આ સરકારી કંપની 10,000,000,000 નો IPO લાવી રહી છે
General Knowledge: કઈ કંપનીની એર હોસ્ટેસને મળે છે સૌથી વધુ પગાર? રકમ જાણીને હોંશ ઉડી જશે
General Knowledge: કઈ કંપનીની એર હોસ્ટેસને મળે છે સૌથી વધુ પગાર? રકમ જાણીને હોંશ ઉડી જશે
India vs Bangladesh 1st Test, Day 1: ભારતના પ્રથમ દિવસે 339 રન, અશ્વિન-જાડેજાની તોફાની બેટિંગ
India vs Bangladesh 1st Test, Day 1: ભારતના પ્રથમ દિવસે 339 રન, અશ્વિન-જાડેજાની તોફાની બેટિંગ
Diabetes: ડાયાબિટીસના દર્દીઓમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે આ રોગ, જાણો તેના લક્ષણો અને બચાવના ઉપાય
Diabetes: ડાયાબિટીસના દર્દીઓમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે આ રોગ, જાણો તેના લક્ષણો અને બચાવના ઉપાય
Embed widget