Hun To Bolish : હું તો બોલીશ : સમાજના બહાને સંગ્રામ
ભાજપ એટલે બ્રાહ્મણ, જૈન અને પટેલ. આ નિવેદન આપ્યું ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈએ. અવસર હતો બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દીનનો. મહિસાગરના લુણાવાડામાં સ્વાભિમાન સંમેલન યોજાયું. જેમાં લાલજી દેસાઈએ સંબોધનમાં વર્તમાન ભાજપ સરકાર પર જાતિવાદને લઈ પ્રહાર કર્યા. લાલજી દેસાઈએ કહ્યું કે ભાજપ સરકારમાં 75 ટકા ખાતા બ્રાહ્મણ, જૈન અને પટેલ પાસે છે. જ્યારે OBCને અન્યાય કરવામાં આવે છે. કોળી સમાજ હોય તો મત્સ્ય ઉદ્યોગ આપી દેવામાં આવે. જ્યારે ગૃહ વિભાગ હોય કે મહેસૂલ વિભાગ કે પછી પેટ્રોકેમિકલ્સ વિભાગ હોય આ ખાતા હંમેશા સવર્ણો પાસે જ રહે છે. લાલજી દેસાઈએ એવો પણ દાવો કર્યો કે ગુજરાતમાં 80 ટકા OBC,SC અને ST સમાજના લોકો છે.. તેમાંના એક પણ વ્યકિત કેમ ગૃહમંત્રી ન બને.





















