Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ બેગ તો મૂકી પણ રમીશું ક્યાં?
સ્કૂલ બેગ તો મૂકી પણ રમીશું ક્યાં. આ મુદ્દો એટલા માટે કે ભૂપેન્દ્ર પટેલ સરકારના શિક્ષણ વિભાગે એક અદભૂત નિર્ણય લીધો છે. ભાર વગરનું ભણતર અંતર્ગત અઠવાડિયામાં એક દિવસ એટલે શનિવાર એ દિવસ એવો નક્કી કરાયો કે ધોરણ 1થી 8ના બાળકોએ શાળામાં સ્કૂલમાં બેગ લીધા સિવાય જવાનું. બેગ લીધા જવાનું એનો મતલબ કે પુસ્તકો લીધા સિવાય જવાનું. એનો મતલબ પુસ્તક્યું જ્ઞાન નહીં. જીવનનું જ્ઞાન મેળવવાનો. શારીરિક ફિટનેસ વધારવાની. સમાજનું જ્ઞાન વધારવાનું. એક બીજા સાથે મળીને મજાક મસ્તી ધમાલ કરવાની. એકબીજા બાળકને સમજવાનું. જીવન સમજવાનું...પરંતુ આ તમામ માટે જરૂરી હોય પૂરતા શિક્ષકો. આ તમામ માટે જરૂરી હોય પૂરતા મેદાનો. આ તમામ માટે જરૂરી હોય વ્યાયામ શિખવે તેવા શિક્ષકોની. આ માટે જરૂરી હોય સંગીત શીખવે તેવા શિક્ષકોની. આજના દ્રશ્યો જોજો અલગ અલગ શહેરોના આ દ્રશ્યો છે. પહેલેથી જાહેરાત થઈ હોવા છતાં કે આજથી એટલે કે 5 જુલાઈથી શાળાની અંદર ધોરણ 1થી 8ના બાળકોએ શાળાએ બેગ લઈને જવાનું નથી. છતાં પણ કેટલીક શાળાઓની અંદર એ માહિતી પૂરતી અપાઈ નહોતી. અથવા પહેલેથી આયોજન નહોતું કરાયું એટલે જોવો છો કેટલીક શાળામાં બાળકો શાળાએ બેગ લઈને જતા હતા. અમદાવાદની બોપલ વિસ્તારમાં આવેલી તેજસ વિદ્યાવિહાર શાળા જોજો. અહીં વિદ્યાર્થીઓ બેગ લઈને શાળાએ આવી રહ્યા હતા...અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલી કેટલીક શાળામાં પણ કેટલાક વિદ્યાર્થીઓ બેગ લઈને આવી રહ્યા હતા. શાહપુર ગુજરાતી સરકારી શાળા 4માં બાળકો બેગ લઈને આવ્યા. શનિવાર છે. ગુજરાતની શાળાઓ માટે સરકારનો પરિપત્ર છે. ખાનગી શાળા હોય સરકારી શાળા હોય કે ગ્રાન્ટેડ શાળા...તમામ શાળા માટે પરિપત્ર છે.. પણ બાળકો સ્કૂલબેગ લઈને જાય છે...




















