Hun To Bolish | હું તો બોલીશ | સાહેબ હેલ્મેટ તો પહેરો
હાઈકોર્ટ પરિસરમાં અનેક સરકારી કર્મચારીઓ હેલ્મેટ વગર વાહન ચલાવતા હોવાનું નજરે પડ્યું. છૂટાછવાયા લોકો હેલ્મેટ પહેરીને વાહન ચલાવતા જોવા મળ્યા તો મોટાભાગના લોકો હેલ્મેટના નિયમનું પાલન ન કરતા હોય તેવા દ્રશ્યો એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા.અમારા સંવાદદાતા તેજસ મહેતા અહીં રિયાલિટી ચેક કરવા પહોંચ્યા હતા.
અમદાવાદ શહેરમાં છેલ્લા 9 મહિનામાં 2,03,721 વાહન ચાલકો હેલ્મેટ વગર ઝડપાયા. વાહનચાલકો પાસેથી 10 કરોડથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો. 101થી વધુ હેલ્મેટ વગર ડ્રાઈવિંગ કરતા વાહનચાલકોના ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી.
અમદાવાદ બાદ સુરતમાં પણ એબીપી અસ્મિતાના સંવાદદાતા ધનરાજ બાગલેએ રિયાલીટી ચેક કર્યું. સુરત કલેકટર કચેરી સહિત અલગ- અલગ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ હેલમેટ વગર જ ટુ-વ્હીલર હંકારતા કેમેરામાં કેદ થયા. એબીપી અસ્મિતાના સંવાદદાતાએ સરકારી બાબુઓને અટકાવી હાઈકોર્ટની ટકોર બાદ પણ કેમ હેલમેટ નથી પહેર્યું તે અંગે પૂછપરછ કરતા કોઈએ ઓફિસ નજીકમાં હોવાથી હેલમેટ નથી પહેર્યું તો કોઈએ વારંવાર હેલમેટ ચોરાઈ જતા હોવાનું તો કોઈએ ભૂલી ગયા જેવા કારણો રજૂ કર્યા.