શોધખોળ કરો

ભારત ન્યૂઝીલેન્ડની ધમાકેદાર વનડે સીરિઝની જાહેરાત, ટી20 વર્લ્ડ કપનો બદલો લેવા ઉતરશે ટીમ ઇન્ડિયા

IND vs NZ ODI Series: મહિલા ટી20 વર્લ્ડ કપ 2024 તરત પછી ભારત, ન્યૂઝીલેન્ડની મહિલા ટીમની યજમાની કરવાનું છે. આ સીરિઝ 24 ઑક્ટોબરથી શરૂ થશે.

India vs New Zealand Women Cricket ODI Series Announced: મહિલા ટી20 વર્લ્ડ કપ 2024ના પ્રથમ મેચમાં ભારતને ન્યૂઝીલેન્ડના હાથે 58 રનથી હાર મળી હતી. હવે ક્રિકબઝ અનુસાર ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ વર્લ્ડ કપ તરત પછી 3 વનડે મેચોની સીરિઝ માટે ભારતનો પ્રવાસ કરવાની છે. આ સીરિઝ ICC મહિલા વનડે ચેમ્પિયનશિપ 2022-2025નો ભાગ હશે. વનડે ચેમ્પિયનશિપની ટેબલમાં ભારત હાલમાં પાંચમા અને ન્યૂઝીલેન્ડ છઠ્ઠા સ્થાને છે.

ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ સીરિઝ ગયા વર્ષે થવાની હતી, પરંતુ ભારતીય ટીમના વ્યસ્ત શેડ્યૂલને કારણે સીરિઝને મુલતવી રાખવામાં આવી હતી. ભારત ન્યૂઝીલેન્ડની આગામી વનડે સીરિઝના બધા 3 મુકાબલા અમદાવાદમાં રમાશે. પહેલી મેચ 24 ઑક્ટોબરે, જ્યારે બીજી અને ત્રીજી મેચ અનુક્રમે 27 અને 29 ઑક્ટોબરે રમાશે. આ સીરિઝ ન્યૂઝીલેન્ડ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હશે કારણ કે તેને જીતીને તે આગામી વર્ષે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવાની નજીક પહોંચી શકે છે.

ભારત વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી ચૂક્યું છે

ICC મહિલા વનડે ચેમ્પિયનશિપનું આયોજન વર્લ્ડ કપની ક્વોલિફિકેશન માટે કરવામાં આવે છે. આગામી 50 ઓવરનો વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો છે, તેથી યજમાન હોવાને કારણે ટીમ ઇન્ડિયા પહેલેથી જ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. ભારત હાલમાં ટેબલમાં પાંચમા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા હાલમાં 28 પોઇન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે બીજા સ્થાને રહેલા ઇંગ્લેન્ડના પણ 28 જ પોઇન્ટ્સ છે. ત્રીજા સ્થાને દક્ષિણ આફ્રિકાના હાલમાં 23 પોઇન્ટ્સ છે.

ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા પણ આગામી વર્ષે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે. ભારત ઉપરાંત અન્ય ટોપ 5 ટીમો પણ વર્લ્ડ કપ માટે સીધી ક્વોલિફાય થશે. જ્યારે બાકીની 4 ટીમોએ ક્વોલિફાયર્સ ટૂર્નામેન્ટમાં ભાગ લઈને વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં સ્થાન મેળવવું પડશે.

નોંધનીય છે કે, 06 ઓક્ટોબરના રોજ ભારતે T20 શ્રેણીની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. ભારતને જીતવા માટે 128 રનનો ટાર્ગેટ હતો. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 11.5 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. હાર્દિક પંડ્યાએ અણનમ 39 રન બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. સંજુ સેમસને 29 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સૂર્યકુમાર યાદવે 29 રન બનાવ્યા હતા.

આ પણ વાંચોઃ

IND vs BAN: મયંક યાદવની ઘાતક બોલિંગનું રહસ્ય થયું જાહેર, ગૌતમ ગંભીરની આ સલાહ આવી કામમાં

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget