Hun To Bolish : હું તો બોલીશ : વ્યસનમુક્ત ગામ
થરાદ તાલુકાના એક ગામે અપનાવ્યો વ્યસનમુક્તિનો માર્ગ. ભલાસરા ગામના સરપંચ અને ગ્રામજનોએ બેઠક યોજીને ગામમાં વ્યસનમુક્તિનો સામૂહિક નિર્ણય કર્યો.. ગામમાં કોઈ વ્યક્તિ દારૂ કે અન્ય કોઈ કેફી પીણું પીતા કે વેચતા પકડાશે તો 51 હજારનો દંડ કરવાનો નિર્ણય કરાયો...અને જો કોઈ દારૂડીયાને છોડાવવા આવશે તો 11 હજારનો દંડ કરવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે.. વ્યસનમુક્તિના નિર્ણયની અમલવારી કરવા માટે ગામમાં ખાસ કમિટી પણ બનાવવામાં આવી છે.
27 જુલાઈએ ડીસાના ઢુવા ગામે ગ્રામજનોએ એકત્રિત થઈ સામૂહિક વ્યસન મુક્તિનો માર્ગ અપનાવ્યો...ઢુવા ગામે દારૂ પીનાર અને વેચનાર સામે ગ્રામજનો કરશે દંડાત્મક કાર્યવાહી...બહારથી આવી કોઈ દારૂ વેચશે તો વરઘોડો કાઢવામા આવશે...અને દારૂ પીતા કે પીવડાવતા પકડાશે તેને 51 હજારનો દંડ કરવામાં આવશે..




















