હું તો બોલીશ | સ્કુલના સમયે કોચિંગ કેમ?
ગાંધીનગર ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસ ઉપર હવે સરકારનું નિયંત્રણ રહેશે. નિયમો બનાવવા સરકારે આઠ સભ્યોની કમિટીની રચના કરી છે. ગુજરાતમાં ખાનગી કોચિંગ ક્લાસ એક્ટ બનાવવા કમિટીની રચના કરાઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ કમિટીના ચેરમેન રહેશે. રાજ્યમાં હવે ખાનગી કોચિંગ કે ટ્યુશન ક્લાસિસ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત થશે. સરકાર આગામી સમયમાં વિધાનસભામાં વિધેયક લાવી શકે છે. કુલ 8 સભ્યોની કમિટી ખાનગી કોચિંગ ક્લાસના નિયમો બનાવવા મુસદ્દો તૈયાર કરશે. ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસ ની મનમાની અંગે abp અસ્મિતાએ ભાંડાફોડ કર્યો હતો. ખાનગી શાળા અને કોચિંગ ક્લાસની મિલી ભગતનો પર્દાફાસ કર્યો હતો.





















