Hun To Bolish : કોણ ખાઈ ગયું ગરીબોનું અનાજ ? । abp Asmita
Hun To Bolish : કોણ ખાઈ ગયું ગરીબોનું અનાજ ? । abp Asmita
ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો... જિલ્લા પુરવઠા અધિકારી અને તાલાળા મામલતદાર કચેરીની ટીમે દરોડો પાડ્યો... અને તાલાળા-સાસણ રોડ વચ્ચે આવેલી ગીરસોમનાથ હોટલમાંથી ઘઉં, ચોખા અને ચણાનો શંકાસ્પદ જથ્થો ઝડપ્યો....તપાસ કરાઈ તો માલુમ પડ્યું કે ફેરીયાઓ ગીર સોમનાથ જિલ્લામાંથી અનાજનો જથ્થો લાવી જુનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે આપતા હતા.... જે બાદ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની સંયુક્ત ટીમે મેંદરડામાં દરોડો પાડ્યો.... 124 કટ્ટા ચોખા, 305 કટ્ટા ઘઉં, બે કટ્ટા ચણા અને બે કટ્ટા ચણાની દાળ કુલ 360 કટ્ટા અનાજ ઝડપી લેવાયું... છોટાઉદેપુર જિલ્લાનો નસવાડી અને કવાંટ તાલુકો... જ્યાં તુવેર દાળનું સેમ્પલ ફેલ જતા જરૂરિયાતમંદ લોકોને અનાજથી વંચિત રહેવાનો વારો આવ્યો.... તુવેર દાળના સેમ્પલ તપાસ અર્થે ગાંધીનગર મોકલાયા... જો કે, સેમ્પલ ફેલ જતાં તુવેર દાળના જથ્થાનું વિતરણ કરાયું નહીં...નસવાડીમાં 42 સંચાલકોએ 200 ક્વિન્ટલ તુવેર દાળના જથ્થા માટે અંદાજે 10 લાખનું પેમેન્ટ પણ કરી દીધું.. તો કવાંટમાં 73 સંચાલકોએ 140 ક્વિન્ટલ જથ્થા માટે પેમેન્ટ કર્યું...