MP: EVMમાં બટન કોઇ પણ દબાવો મત ભાજપને, ચૂંટણી અધિકારીએ પત્રકારોને શું આપી ધમકી
મધ્યપ્રદેશમાં ભિંડમાં ડેમો ઇવીએમમાંથી ભાજપના ચિહ્નવાળી સ્લિપ નીકળવાની ઘટનાએ સમગ્ર દેશમાં વિવાદ પેદા કર્યો છે. વાસ્તવમાં મધ્યપ્રદેશના ભિંડમાં વિધાનસભા પેટાચૂંટણીની તૈયારીનું નિરીક્ષણ કરવા મુખ્ય ચૂંટણી અધિકારી સલીના સિંહ પહોંચ્યા હતા. અહીં તેમણે વોટર વેરીફાઇડ પેપર ઓડિટ ટ્રાયલ (વીવીપીએટી)મશીનનું ટ્રાયલ કર્યું હતું. આ દરમિયાન તેમણે બે અલગ અલગ બટ દબાવ્યા હતા પરંતુ બંન્ને વખત ભાજપના ચિહ્નની સ્લિપ નીકળી હતી. આ ઘટના બાદ સલીના સિંહે ત્યાં હાજર મીડિયા કર્મીઓને હસતા હસતા કહ્યુ હતું કે, આ ઘટનાને છાપતા નહીં તો તમને પોલીસ સ્ટેશનમાં બેસાડીશ. હાલમાં આ વીડિયો વાયરલ થયો છે. ચૂંટણી પંચે ભિંડના કલેક્ટર, એસપી સહીત 19 અધિકારીઓની ટ્રાન્સફર કરી દીધી છે.
















