Ahmedabad News । અમદાવાદના નિકોલની દેવી રેસ્ટોરન્ટમાં ઢોસાના સંભારમાંથી નીકળ્યું ઉંદરનું બચ્ચું
Ahmedabad News । અમદાવાદના નિકોલની દેવી રેસ્ટોરન્ટમાં ઢોસાના સંભારમાંથી નીકળ્યું ઉંદરનું બચ્ચું
અમદાવાદના નિકોલ વિસ્તારમાં દેવી ઢોસા નામની રેસ્ટોરન્ટમાં ઢોસા ખાવા આવેલ ગ્રાહકને કડવો અનુભવ થયો બાદ સંભાળ અને ચટણી કેબલ પર આવી સંભાર થવા જતા જ ગ્રાહક ને સંભાર માંથી ઉંદરનું બચ્ચું મળ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો. અવિનાશ પટેલ નામના ગ્રાહકે આ બાબતે ત્યાંના વેટર નું ધ્યાન પણ દોર્યું, જોકે આ બાબતે માલિકને કોઈ પણ પ્રકારની ફરિયાદ ન કરી અને ત્યાંથી એક વિડીયો બનાવીને જતા રહ્યાં. ફરિયાદ અવિનાશભાઈએ આ બાબતે કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી. ફરિયાદના આધારે કોર્પોરેશન ની ટીમ નિકોલ વિસ્તારમાં ગંગોત્રી સર્કલ પાસે આવેલ દેવી ઢોસા રેસ્ટોરન્ટમાં પહોંચીને તપાસ કરી. કોર્પોરેશનના ફુડ વિભાગે કરેલ તપાસમાં એ હકીકત સામે આવી કે રેસ્ટોરન્ટમાં રાખવામાં આવેલ કાચા માલની સ્થિતિ, મતલબ કે ધારા ધોરણ પ્રમાણે વાતાવરણ ન હાઈજીન ન હતું. ગ્રાહકની ફરિયાદ બાબતે પણ રેસ્ટોરન્ટના સંચાલકનો પક્ષો જાણ્યો જોકે તે સંતોષકારક ન જણાતા ફૂડ વિભાગે જ્યાં સુધી ફૂડ એન્ડ સેફ્ટી એક્ટના નિયમ પ્રમાણે વાતાવરણ થાય હાઇજીન ન થાય ત્યાં સુધી રેસ્ટોરન્ટને બંધ રાખવા માટે હુકમ કર્યો. બીજી તરફ રેસ્ટોરન્ટના સંચાલકે દાવો કર્યો કે તેમને ગ્રાહક દ્વારા સીધી રીતે કોઈ પણ પ્રકારની ફરિયાદ મળી ન હતી આ ઉપરાંત સૌથી મોટી બાબતે છે કે તેમના પ્રતિસ્પર્ધી દ્વારા તેમના નામના રેસ્ટોરન્ટ થી જ બોપલ અને સાણંદમાં દેવી ઢોસા નામની રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે. તેમને સંચાલક દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે જેથી બની શકે કે આ એક પ્રકારનું ષડયંત્ર પણ હોય. ફરિયાદીનું કહેવું છે કે તેઓ અવારનવાર દેવી ઢોસા માં જમવા જોતા હોય છે પરંતુ પહેલીવાર આ પ્રકારનો અનુભવ થયો