Ahmedabad Octant Pizza : અમદાવાદમાં ઓક્ટોન્ટ પીત્ઝાના ભોજનમાંથી નીકળ્યો વંદો, જુઓ અહેવાલ
Ahmedabad Octant Pizza : અમદાવાદમાં ઓક્ટોન્ટ પીત્ઝાના ભોજનમાંથી નીકળ્યો વંદો, જુઓ અહેવાલ
અમદાવાદમાં વધુ એક ખાદ્ય એકમમાંથી વંદો નીકળવાની ઘટના.સીજી રોડ ઉપર આવેલ ઓકટન્ટ પિત્ઝા શોપમાં વંદો નીકળવાનો વિડીયો વાયરલ થતા એકમ સીલ.
અમદાવાદમાં વધુ એક વખત ખાદ્ય એકમમાં વંદો નીકળવાની ઘટના સામે આવી છે.સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોમાં સીજી રોડના ઓકટન્ટ પિત્ઝા શોપમાં મુકવામાં આવેલા ગુલાબજામ્બુમાં વંદો હોવાનું સામે આવ્યું હતું.જો કે સમગ્ર મામલે ભોગ બનનાર અને બનાવની તારીખ અંગે AMC ને સ્પષ્ટ ફરિયાદ મળી ન હતી.મીડિયા માધ્યમોથી વાયરલ વિડીયોના આધારે આરોગ્ય વિભાગ દ્વારા એકમની ચકાસણી કરવામાં આવી હતી.જેમાં કિચનમાં ગંદકી હોવાનું સામે આવ્યું હતું.કિચનની બેઝિનમાં ડહોળું પાણી તેમજ અનહાઇજિન સ્થિતિમાં રસોડું હોવાથી AMC ના આરોગ્ય વિભાગે એકમને સીલ કરવાની કામગીરી કરી છે.





















