Ahmedabad Plane Crash: અત્યાર સુધી 19 મૃતદેહો સોંપાયા પરિવારજનોને | Abp Asmita
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 મૃતદેહ સોંપાયા છે. આખી રાત અમદાવાદ સિવિલમાં મૃતદેહ સોંપવાની કામગીરી ચાલુ રહી હતી. વિસનગરના એક જ ગામના ચાર સહિત 19 મૃતદેહ સોંપાયાછે. દિનેશભાઈ પટેલ, ક્રિષ્નાબેન પટેલ, દશરથ પટેલ, ડાહીબેન પટેલના મૃતદેહ સોંપાયા
12 જૂનનો દિવસ એક નહિ પરંતુ 200થી વધુ લોકો માટે કારમો દિવસ બનીને આવ્યો.12 જૂન એર ઇન્ડિયા ડ્રિમ લાઇનર 787એ 278 લોકોના ડ્રિમને ચકનાચૂર કરી દીધાં. 12 જૂનથી લઇને આજદિન સુધી સિવિલમાં સતત મૃતદેહની ઓળખ માટેની કવાયત ચાલું છે. તૂટેલા હૃદયે, તૂટેલા સપના સાથે નિરસ આંખો સાથે પરિજનો તેમના સ્વજનના પાર્થિવ દેહની રાહ જોઇ રહ્યાં છે. પ્લેન ક્રેશ એટલો ભયંકર હતો કે કંઇ જ ન બચ્યું બધું જ ભસ્મિભૂત થઇ ગયું. જેના કારણે મૃતદેહની ઓળખ મુશ્કેલ બની રહી છે. આ માટે ડીએનએ દ્વારા પરિજનનના મૃતદેહની તપાસની કામગીરી ચાલું છે. 12થી 15 તારીખ સુધીમાં 19 મૃતદેહ પરિવારને સોંપાયા છે.




















