Ahmedabad Plane Crash: '1.25 લાખ લિટર ઇંધણ કારણે બચવાનો મોકો જ ન મળ્યો': અમિત શાહ
આજે બપોરે અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની ભયાનક વિમાન દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યાર બાદ તેમણે સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે, "આખો દેશ પીડિત પરિવારો સાથે ઉભો છે."
અમિત શાહનું નિવેદન
ઘટનાની જાણકારી મળ્યાના ૧૦ મિનિટમાં જ ભારત સરકાર સુધી માહિતી પહોંચી ગઈ હોવાનું તેમણે ઉમેર્યું. તેમણે કહ્યું, "મેં તાત્કાલિક બધાનો સંપર્ક કર્યો. મને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ફોન આવ્યો. ભારત સરકાર અને ગુજરાત સરકારના તમામ વિભાગો રાહત અને બચાવ કાર્ય માટે સાથે મળીને કામ કરી રહ્યા છે."
















