અમદાવાદ: ઘાટલોડિયામાં આવેલી ત્રિપદા સ્કૂલ ફરી એક વખત આવી વિવાદમાં, જુઓ વીડિયો
અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી ત્રિપદા સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. સ્કૂલે શિક્ષકોના નામે લોન લેતા CMOમાં ફરિયાદ કરવામાં આવી છે. આરોપ છે કે શિક્ષકોના નામે સંચાલકે બરોબાર આત્મનિર્ભર લોન લઈ લીધી અને શિક્ષકોના નામે લોન લેતા શિક્ષકે વિરોધ કરાતા સંચાલકે શિક્ષકને સ્કૂલમાંથી કાઢી મૂક્યા. જેથી વિનોદ ચાવડા નામના શિક્ષકને સ્કૂલમાંથી કાઢી મુકાતા CMOમાં ફરિયાદ કરી છે. શિક્ષક વિનોદ ચાવડાની ફરિયાદ મામલે CM તરફથી તપાસના આદેશ અપાયા છે. સ્કૂલના સંચાલક અર્ચિત ભટ્ટ વિરુદ્ધ શિક્ષકોના નામે આત્મનિર્ભર લોન લેવા મામલે તપાસના આદેશ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ દરમિયાન શિક્ષકોને પગારના ચૂકવવો, તેમજ ભૂતકાળમાં ફી મામલે મનમાની કરાતી હોવાની અનેક ફરિયાદો ત્રિપદા સ્કૂલ સામે આવી ચૂકી છે. ત્યારે ફરી એકવાર વિવાદ થતા CMOમાં ફરિયાદ થતા તપાસના આદેશ અપાયા છે. તો આ અંગે ત્રિપદા સ્કૂલે ખુલાસો કર્યો છે કે, કોરોના દરમિયાન વાલીઓએ ફી નહીં ભરી શકતા સર્વ સંમતિથી લોન લેવાનું નક્કી થયું હતું. જેથી શિક્ષકોનો પગાર થઈ શકે. લોનના ફોર્મ પર હસ્તાક્ષર પણ કર્યા હતા. આ અંગે કોઈ દબાણ કરવામાં આવ્યુ નથી.