Chandola Lake Mega Demolition : ખેડાવાલાનું મેગા ડિમોલિશનને સમર્થન, જુઓ ડિમોલિશન મુદ્દે શું કહ્યું?
Chandola Lake Mega Demolition : ખેડાવાલાનું મેગા ડિમોલિશનને સમર્થન, જુઓ ડિમોલિશન મુદ્દે શું કહ્યું?
Chandola Demolition: અમદાવાદના ચંડોળા તળાવ પાસે ધૂસણખોરી બાંગ્લાદેશીની વસાહત પર આજે ડિમોલિશન હાથ ધરાયું છે. આ મેગા ડિમોલિશનને લઇને 18થી વધુ લોકોએ હોઇકોર્ટમાં અરજી કરી છે અને ડિમોલિશન રોકવા માંગણી કરી છે. ત્યારે ઉલ્લેખનિય છે કે, છેલ્લા 14 વર્ષથી ચંડોળા તળાવની આસપાસ આશરે દોઢ લાખ સ્ક્વેર મીટરની સરકારી જમીન પર બાંગ્લાદેશીઓએ દબાણ કરાયું છે. ત્યારે આજે 50 જેસીબી મશીન દ્રારા અમદાવાદનું સૌથી મોટું ડિમોલિશન થઇ રહ્યું છે. આ ડિમોલિશનને લઇને કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ પોતાનો મત રજૂ કર્યો હતો. જાણીએ તેમણે શું કહ્યું
કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ શું કહ્યું?
“ આજે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા ચંડોળામાં મેગા ડિમોલિશન હાથ ધરાયું છે. બાંગ્લાદેશી અહીં આવીને ગેરકાયદે વસ્યા છે. જેમનો ગેરકાયદે પ્રવેશ થયો છે અને તેમની પાસે કોઇ પુરાવા નથી. તેવા લોકોને દૂર કરવા જોઇએ. તળાવની આજુબાજુ જે સરકારી જમીન પર બાંધકામ છે. તેને હું પણ સમજી શકું કે તેને દૂર કરવા જ જોઇએ. કેમકે તેઓ ગેરકાયદે રહે છે અને તેમની પાસે કોઇ પુરાવા નથી. જેમની પાસે પુરાવા છે જેમને તો કોઇ ચિંતા કરવાની જરૂર નથી. જો કે જેની પાસે પુરાવા નથી તેને ડિપોર્ટ કરવા જોઇએ. આ ગુજરાતની સુરક્ષાનો મામલો છે અને જ્યારે આવી કોઇ કાર્યવાહી સરકાર દ્રારા થાય તો લોકોએ પણ તેને સાથ સહકાર આપવો જોઇએ. જે લોકો સાચા છે. આપણા ગુજરાતી છે જે સાચા છે અને ગુજરાતના આસપાસના લોકો પણ ત્યાં રહે છે એ લોકોના પુરાવાર જોઇએ તેમની વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા પણ કરવી જોઇએ. કેમકે નામદાર સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે. જો કે જે બાંગ્લાદેશી છે તેમને સરકારે અહીં આટલા સમય કેમ રહેલા દીધા તે ચિંતાનો વિષય છે.



















