ગાંધીનગરઃ ATM સાથે ચેડા કરી નાણાની ઉચાપત કરતા આંતરરાજ્ય ગેંગના બે આરોપીઓની ધરપકડ
એટીએમમાં ચેડા કરી બેંકને ચુનો લગાવનાર બે શખ્સોને ગાંધીનગર પોલીસે ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓની ગુનો આચરવાની મોડસ ઓપરેન્ડી જાણી પોલીસ પણ ચોંકી ઉઠી છે. કારણ કે, આરોપીઓ એવા ગુનાને અંજામ આપી ચૂક્યા છે કે જેની બેંકોએ હજી ફરિયાદ પણ નથી કરી. મૂળ યૂપીના આ બંને શખ્સો પોતાના સંબંધીઓના નામે એટીએમ કાર્ડ ઈસ્યૂ કરાવતા. ત્યારબાદ તે કાર્ડ લઈ અન્ય રાજયમાં જતા અને પૈસાના ટ્રાન્ઝેકશન કરતા. ટ્રાન્ઝેકશન સમયે આરોપીઓ એટીએમમાં ચેડા કરતા જેથી રકમ વિડ્રો થઈ હોવા છતા તેની એંટ્રી ના થતી.ત્યારબાદ આરોપીઓ પોતાના રાજયમાં જઈ બેંકમાં રકમ મેળવવા ક્લેઈમ કરતા અને પૈસા મેળવતા. પોલીસે બંને શખ્સો પાસેથી 11 એટીએમ કાર્ડ અને 70 હજાર કબજે કર્યા છે. આ પ્રકારનું આંતરરાજય રેકેટ ચાલતુ હોવાની પોલીસને આશંકા છે.





















