Ahmedabad Murder News : અમદાવાદમાં પતિ બન્યો હેવાન, પત્ની અને સાસુને જીવતા સળગાવ્યા
અમદાવાદમાં સનકી પતિ પર લાગ્યો આરોપ પત્ની અને સાસુને જીવતી સળગાવવાનો. મંગળવારે આઝાદ મેદાન પાસેના મુસ્કાન બ્યુટી પાર્લરમાં અશોક રાજપૂત નામના આરોપીએ પત્ની જયાબેન અને સાસુ પર જ્વલંતશીલ પ્રવાહી છાંટી આગ ચાપી ફરાર થઈ ગયો. ઘટનાની જાણ થતા આસપાસના દુકાનદારો અને સ્થાનિકો દોડી આવ્યા હતા. પાણીનો મારો ચલાવીને આગ બુજાવીને જયાબેન રાજપૂત અને તેમના માતાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે પત્ની જયાબેનનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યુ. જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલ સાસુ હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોપી અશોક રાજપૂત હાથમાં ડોલ લઈને જતો હોય તેવા સીસીટીવી દ્રશ્યોમાં પણ કેદ થયો. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસની સાથે ઉચ્ચ પોલીસના અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા.. ડીસીપીના જણાવ્યા મુજબ અશોક રાજપૂત અને જયાબેન રાજપૂતના થોડા મહિના પહેલા જ લગ્ન થયા હતા.. બંન્ને વચ્ચે ઘરકંકાસ ચાલી રહ્યો હતો. જે અંગે અગાઉ જયાબેન રાજપૂતે પતિ અશોક રાજપૂત વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી.. ઘટનામાં આરોપી પતિ અશોક રાજપૂતને પણ દાજી જતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.. આરોપી હાલ પોલીસ કસ્ટડીમા છે.. પોલીસે આસપાસના લોકોના નિવેદન નોંધી,FSLની મદદથી તમામ પૂરાવા એકત્ર કરી વધુ તપાસ હાથ ધરી..





















