Operation Clean In Ahmedabad : અમદાવાદમાં ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન, જુઓ અહેવાલ
Operation Clean In Ahmedabad : અમદાવાદમાં ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન, જુઓ અહેવાલ
અમદાવાદના ચંડોળામાં ડિમોલિશનની શરૂઆત મહેમુદ પઠાણ ઉર્ફે લાલા બિહારીના ફાર્મથી કરવામાં આવી હતી. દબાણ માફિયા લાલા બિહારીના ફાર્મ હાઉસ પર AMCની ટીમ અને અમદાવાદ ક્રાઈમબ્રાંચની ટીમ પહોંચી હતી. લાલા બિહારીએ 2 હજાર વારમાં ગેરકાયદેસર રિસોર્ટ બનાવ્યો હતો. તળાવમાં બનાવેલા રિસોર્ટમાં સ્વિમિંગ પુલ અને પાર્ટીઓ માટેની જગ્યા પણ બનાવવામા આવી હતી. રિસોર્ટમાં સ્વિમિંગ પુલ, ગાર્ડન, અને ફુંવારા જોવા મળ્યા હતા.
મહેમૂદ પઠાણ ઉર્ફે લાલા બિહારીનું ગેરકાયદે ફાર્મ હાઉસ જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. મહેમૂદ પઠાણ ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપતો હતો. એક વ્યકિત દીઠ મહેમૂદ પઠાણ 10થી 15 હજાર વસૂલતો હતો.
ગેરકાયદે બાંગ્લાદેશીઓના બોગસ દસ્તાવેજો તૈયાર થતા હતા
લાલા બિહારી ફાર્મ હાઉસમાં ગોરખધંધો ચલાવતો હતો. તે ફાર્મ હાઉસમાં મહિલાઓ પાસે દેહવિક્રયનો ધંધો કરાવતો હતો. ફાર્મ હાઉસમાં લાલા બિહારી ગેરકાયદે લોકોને આશરો આપતો હતો. ફાર્મ હાઉસમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓના બોગસ દસ્તાવેજો તૈયાર થતા હતા.




















