Paresh Goswami Prediction : ગુજરાતમાં વધુ એક વરસાદનો રાઉન્ડ આવશે , પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Paresh Goswami Prediction : ગુજરાતમાં વધુ એક વરસાદનો રાઉન્ડ આવશે , પરેશ ગોસ્વામીની મોટી આગાહી
આવનાર દિવસમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે. બંગળાની ખાડીમાં ફરીથી વરસાદની સીસ્ટમ બની . 27 થી 31 જુલાઇ સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. ઓગસ્ટમાં વરસાદનો લાંબો ગેપ આવી શકે છે. 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે વરસાદ વિરામ લઇ શકે છે. 15 ઓગસ્ટ પછી અરબ સાગરમાં વરસાદી સીસ્ટમ બનાવાનુ શરુ થશે.
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે આજે વલસાડ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વાપીમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વાપીમાં ભારે વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વાપી અને કપરાડામાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વાપી શહેર અને ગ્રામ્યમાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમા પાણી ભરાયાછે.
ભારે વરસાદથી વાપી શહેર પાણી-પાણી થયું છે. વાપીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાપી શહેરમાં મોટા ગરનાળામાં વરસાદી પાણી ભરાયા છે.ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. વાપીમાં ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. વાપીના ઝંડા ચોક મુખ્ય બજાર ટાઉનમાં વરસાદી પાણી ભરાયા છે. બીજી તરફ કપરાડામાં પણ બે કલાકમાં 3.6 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને લઈને જનજીવનને અસર થઈ છે. વલસાડ જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈને મધુબન ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને લઈને મધુબન ડેમમાં 43 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ છે.


















