Ahmedabad News: ક્યાં છે કાયદો વ્યવસ્થા? અમદાવાદમાં વસ્ત્રાલમાં ફરી બબાલ, ભજન ગાતી મહિલાઓ પર હુમલાથી ખળભળાટ
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી શ્રીધર સ્પર્શ સોસાયટીમાં ભજનને લઈ મારમારી થઈ. ભજન ગાતી મહિલાઓ પર કેટલાક યુવકોએ હુમલો કરતા ખળભળાટ મચી ગયો. હુમલામાં 3થી 4 મહિલાઓને ઈજા પહોચી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો. હુમલાની ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. સોસાયટીમાં મારામારીની ઘટનાને લઈને પીડિતો મોડી રાત્રે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી. પોલીસે દેવ અલ્પેશ પટેલ, અંકિત પટેલ અને અલ્પેશ પટેલ સામે ફરિયાદ નોંધી ત્રણેયની આરોપીની અટકાયત કરી. મહિલાઓનો આરોપ છે કે અહીં ભજન ચાલતા હતા ત્યારે સોસાયટીના રમેશ પટેલ અને તેના પુત્રએ આવી હુમલો કર્યો. સ્પીકર પણ બંધ હતા છતાં હોબાળો કર્યાનો આરોપ લાગ્યો. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ચાર વર્ષથી આ પરિવારનો ત્રાસ સોસાયટી સહન કરી રહી છે. સાથે માગ કરી કે જેમ અસામાજિક તત્વોનો વરઘોડો કાઢવામાં આવે છે.. તેવી જ રીતે આ પરિવારના સભ્યોનો પણ વરઘોડો કાઢવામાં આવે..




















