Bharatsinh Solanki Girlfriend Controversy : મારા પતિ મને જોઇને કેમ ભાગ્યા ઇ મને નથી ખબર
Bharatsinh Solanki Girlfriend Controversy : મારા પતિ મને જોઇને કેમ ભાગ્યા ઇ મને નથી ખબર
આણંદમાં ભરતસિંહ સોલંકીની પત્ની અને સ્ત્રી મિત્ર વચ્ચે બબાલનો મામલો . ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા પટેલ અને સ્ત્રી મિત્ર વચ્ચે થઈ હતી બબાલ . ભરતસિંહ સોલંકીની સ્ત્રીમિત્રનું અપહરણ કરવા રેશ્મા પટેલ (સોલંકી)એ ધમકી આપી હતી . ભરતસિંહ સોલંકીની સ્ત્રીમિત્ર એ આણંદ ટાઉન પોલીસ મથકમાં રેશ્મા પટેલ વિરુધ આપી હતી ફરિયાદ. રેશ્મા પટેલ આણંદના લોટીયા ભાગોળ પોલીસ મથકમાં હાજર થયા હતા. લોટીયા ભાગોળ પોલીસ મથકમાં રેશ્મા પટેલની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.
પોલીસ સ્ટેશન બહાર રેશ્મા પટેલે મીડિયા સાથે વાત કરી હતી. તેમજ તેમણે યુવતીને ધમકાવી ન હોવાનું જણાવ્યું હતું. તેણે તેના પતિને છોડી દેવા માટે સમજાવી હતી. એટલું જ નહીં. તેણે કહ્યું હતું કે, પતિ તેને જોઇને કેમ ભાગી ગયા તે ખબર નથી. એ તેમને જ પૂછો તો ખબર પડે. મારે તો તેમની સાથે વાત કરવી હતી.





















