Bhavnagar: ભાવનગરમાં રિવરફ્રંટના નામે કરોડોનો ધૂમાડો, કંસારા પ્રોજેક્ટનું કામ ક્યારે થશે પૂર્ણ ?
અમદાવાદ જેવા રિવરફ્રંટના સપના દેખાડી ભાવનગરમાં પ્રજાના પૈસાનો કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો. ભાવનગર શહેરમાં કંસારા પ્રોજેકટ અંતર્ગત બ્યૂટિફિકેશનનાં ભાગરૂપે રિવરફ્રન્ટ બનાવાની કામગીરી શરૂ કરાઈ હતી. પરંતુ આ પ્રોજેક્ટ વર્ષોથી અધુરો છે. કેનાલોમાં અસંખ્ય લીલી વનસ્પતિ, ગંદકી અને કચરાંનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. 2020માં કંસારા પ્રોજેક્ટ માટે વર્ક ઓર્ડર અપાયો હતો. પરંતુ એજન્સીને જમીન સંપાદનનું કામ ન સુઝ્યું..જ્યારબાદ બે વર્ષ પહેલા જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરાઈ..પરંતુ આજ દિવસ સુધી જમીન સંપાદનની પ્રક્રિયા આગળ નથી વધી. પરિણામે ઠેર ઠેર જાળી જાખરી ઉગી ગઈ છે અને કેનાલો પણ તૂટવા લાગી છે. જોકે,. સરકારે ચોપડે કંસારા પ્રોજેક્ટનું કામ 96 ટકા પૂર્ણ થઈ ગયું છે અને 2 ટકા જ બાકી બોલે છે.કૉંગ્રેસે આરોપ લગાવ્યો કે, પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધી એજન્સીને 38 કરોડ રૂપિયા ચુકવી દેવાયા પણ પ્રોજેક્ટ પૂર્ણ નથી થયો. જે-તે સમયે આસપાસના મકાનો પણ તોડવામાં આવ્યા હતા.




















