Umesh Makwana Controversy : AAP MLA ઉમેશ મકવાણા સામે પૂર્વ PAનો ગંભીર આરોપ
Umesh Makwana Controversy : AAP MLA ઉમેશ મકવાણા સામે પૂર્વ PAનો ગંભીર આરોપ
બોટાદ વિધાનસભાના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાના પોતે પૂર્વ પી.એ.નો દાવા કરનાર અજય જમોડ દ્વારા બોટાદ પોલીસ સ્ટેશનમાં કરી અરજી. અજય જમોડ ધારાસભ્ય ઉમેશ મકવાણાના પૂર્વ પી.એ.તરીકે ની આપી રહ્યા છે ઓળખ . ઉમેશ મકવાણા દ્વારા લોકસભા ચૂંટણી સમયે પોતે બોટાદ ભાવનગર બેઠક પર કરી હતી આપમાંથી ઉમેદવારી. લોકસભા ચૂંટણી સમયે ઉમેશ મકવાણા દ્વારા તેમના પી.એ. અજય જમોડ ને જરૂર મુજબ તમામ ખર્ચ કરવા માટે આપી હતી સૂચના. પૂર્વ પી.એ. દ્વારા ચૂંટણી સમય દરમ્યાન જમવા,મંડપ,ડી.જે,ચા સહિત અનેક ખર્ચ પેટે આશરે 8.5 લાખ જેટલો ખર્ચ થયો. લોકસભા ચૂંટણી દરમ્યાન પી.એ. અજય જમોડ ના પિતા સાથે જુના સબંધ ના દાવે 3 લાખ રોકડ પણ લીધેલ. રોકડ અને બિલ ચુકવણી પેટે 11.5 લાખ અને બાકી પગાર મળી કુલ 13 લાખ જેટલી રકમ ઉમેશ મકવાણા પાસે થી બાકી લેવાનું અજય જમોડ દ્વારા જણાવ્યું. રકમ ની માંગણી કરતા ઉમેશ મકવાણા દ્વારા અજય જમોડને ધમકી આપી હોવાનું અજય જમોડ દ્વારા આપવામાં આવ્યું નિવેદન. અજય જમોડ દ્વારા બોટાદ પોલીસ માં ધારાસભ્ય ઉમેશ મકવાણા વિરુદ્ધ હાલ અરજી આપવામાં આવેલ. આગામી દિવસ માં ફરિયાદ દાખલ કરવા અને ન્યાય આપવા કરી માંગ. આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને બાકી બિલ ની ઉઘરાણી થતી હોય પરિવાર હેરાન હોવાનું અજય જમોડ દ્વારા આપ્યું નિવેદન. જો ધારાસભ્ય દ્વારા રૂપિયા આપવામાં ન આવે તો પરિવાર સાથે આત્મ હત્યા કરવી પડે તેવી આપવીતી રજૂ કરી.





















