શોધખોળ કરો

Palitana Rescue : પાલીતાણામાં ભારે વરસાદ બાદ 3 ગામમાં 31 લોકો ફસાયા, તમામનું કરાયું રેસ્ક્યૂ

Palitana Rescue : પાલીતાણામાં ભારે વરસાદ બાદ 3 ગામમાં 31 લોકો ફસાયા, તમામનું કરાયું રેસ્ક્યૂ

Bhavnagar Heavy Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટીંગના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અહીં 24 કલાકમાં ભાવનગરના મહુવામાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે અનરાધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં અનેક રસ્તા બંધ થયા છે. ભાવનગર વાયા વલ્લભીપુર, ધંધુકા થઈ અમદાવાદ જતો હાઈવે બંધ થયો છે. ચમારડી પાસે કોઝવે પાણીમાં ગરકાવ થતા આ રસ્તો બંધ થયો છે પરિણામ સ્વરૂપ  વાહન વ્યવહાર બહુ ખરાબ રીતે  પ્રભાવિત થયો છે. હાઈવે બંધ થતા અનેક વાહન ચાલકો ફસાયા છે.

પાલીતાણા-સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો

પાલીતાણા-સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો હતો. રંડોળાથી સિહોરને જોડતો પૂલ તૂટી જતા સંપર્ક તૂટ્યો હતો. બુઢણા, લવરડા, ઢંઢુસર, સરકડીયા, ગુંદળા,ટાણા સહિતના ગામોનો સંપર્ક તૂટ્યો હતો. પાલીતાણામાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મૂશળધાર વરસાદથી નદીઓમાં પાણીની ભારે આવક થઇ રહી છે.ભારે વરસાદને લઈ પાલિતાણા-ગારિયાધાર હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જેને લઈ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાણીના નિકાલ માટે JCB લાવી નાળાને સાફ કરવામાં આવ્યું હતુ. તો હાઈવે પર ફાયર બ્રિગેડનું વાહન પણ ફસાઈ ગયું હતું.  ભાવનગરના જેસરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી.  10 ઈંચ વરસાદ વરસતા જેસર નગર જળબંબાકાર થયું છે. જેસર તાલુકાના દેપલા, દેવેન્દ્રનગર, શાંતિનગર, કરલા, રાણપડા સહિતના ગામ જાણે બેટમાં ફેરવાયા હતા. બજારોમાં નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા હતા.

ભાવનગરના ગ્રામીણ વિસ્તારમાં ફસાયેલા 31 લોકોનું રેસ્ક્યૂ કરાયું

ભાવનગરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયુ છે. નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા લોકો વચ્ચે ફસાયા હતા પાલીતાણા તાલુકાના 3 ગામમાં વિવિધ સ્થળે લોકો  ફસાયા હતા. સોમવારે ભાવનગરમાં પડેલા વરસાદના કારણે લોકો  ફસાયા હતા.સેંજળીયા ગામમાંથી કુલ 19 લોકો લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. મોખડકા ગામમાંથી કુલ 11 લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું , આકોલાળી ગામમાંથી 1 વ્યક્તિનું રેસ્ક્યું કરાયું છે. પાલિતાણાના સ્થાનિક પ્રશાસન દ્વારા તમામ લોકોને સલામત રીતે બહાર કઢાયા  છે.

ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ

મૂશળધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે. 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી પાલીતાણા પાણી પાણી થયું છે. સિહોરમાં 11.6, જેસરમાં 10. 7 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે.ઉમરાળામાં 10.4, વલ્લભીપુરમાં 6.3 ઈંચ વરસાદ નોંધાયો છે.,ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતા સ્થિતિ બની વિકટ બની છે. માલમ ડેમ પણ ભરાયો છે.  નદીઓનું રૌદ્ર સ્વરૂપ  જોવા મળી રહ્યું છે.

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
ABP Premium

વિડિઓઝ

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
PAN-Aadhaar Link Deadline: પાન-આધાર લિંકની તારીખ નજીક, તાત્કાલિક કરો આ કામ, નહીં તો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે
PAN-Aadhaar Link Deadline: પાન-આધાર લિંકની તારીખ નજીક, તાત્કાલિક કરો આ કામ, નહીં તો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે
Drishyam 3 ની રિલીઝ ડેટ કન્ફર્મ, અજય દેવગને વીડિયો શેર કરી મોટી જાહેરાત કરી
Drishyam 3 ની રિલીઝ ડેટ કન્ફર્મ, અજય દેવગને વીડિયો શેર કરી મોટી જાહેરાત કરી
Tata Sierra નું સૌથી સસ્તું મોડલ ખરીદવા પર તમારે કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ગણતરી 
Tata Sierra નું સૌથી સસ્તું મોડલ ખરીદવા પર તમારે કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ગણતરી 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
Embed widget