Bhavnagar Rain | ચોમાસાની જેમ ભાવનગરમાં તૂટી પડ્યો ગાજવીજ સાથે વરસાદ, અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ
Bhavnagar Rain | ચોમાસાની જેમ ભાવનગરમાં તૂટી પડ્યો ગાજવીજ સાથે વરસાદ, અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ
ભાવનગર શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ હાલ વરસાદની ગતિ વધી છે. ચોમાસાની માફક કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતો બન્યા ચિંતાતુર. ગાજવી સાથે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે મોટા ભાગના વિસ્તારમાં વીજળી પણ ગુલ થઈ છે. સામાન્ય રીતે ચૈત્ર મહિનામાં ધોમધખતું તાપમાન હોય, પરંતુ ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
ભાવનગર શહેરના વાતાવરણમાં આવ્યો પલટો. ઉનાળાના આંકરા તાપમાન વચ્ચે ચોમાસા જેવો વરસાદી માહોલ. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતાં ગાજવીજ સાથે વરસાદી છાંટા શરૂ થયા છે. ચોમાસામાં જે પ્રકારે વરસાદ અંધારિયો હોય તે પ્રકારનો માહોલ ભાવનગર શહેરમાં જોવા મળી રહ્યો છે. કોમોસમી વરસાદ ના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જ્યારે વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી છે.





















