Bhavnagar Heavy Rain : ભાવનગરના જેસરમાં મીની વાવાઝોડા સાથે વરસાદ, વૃક્ષો ધરાશાયી થતાં રસ્તો બ્લોક
Bhavnagar Heavy Rain : ભાવનગરના જેસરમાં મીની વાવાઝોડા સાથે વરસાદ, વૃક્ષો ધરાશાયી થતાં રસ્તો બ્લોક
ભાવનગર જેસર તાલુકામાં મીની વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાતા વૃક્ષો થયા ધરાશાઈ. દેપલા- જેસર હાઈવે રોડ ઉપર મહાકાય વૃક્ષ ધરસાઈ થતા છેલ્લા એક કલાકથી હાઇવે રોડ બંધ થયો છે. હાઇવે રોડ ઉપર બે થી ત્રણ વૃક્ષો ધરાશાઈ થયા છે. આજે વહેલી સવારથી જ જેસર તાલુકા પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થઈ રહ્યો છે.
ભાવનગર મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે ધીમીધારે શરૂ થયો વરસાદ. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અનેક જીલ્લા માં પવન સાથે વરસાદ ની આગાહી કરવામાં આવી છે ત્યારે ભાવનગર જિલ્લાના વાતાવરણ વહેલી સવારથી જ અસર જોવા મળી રહી છે. મહુવા શહેરમાં પવન ની ગતિ તેજ હોવાથી મીની વાવાઝોડા માફક પવન ફૂંકાઈ રહ્યો છે. મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં પણ સેદરડા, બગદાણા, કોટિયા, વાવડી, કળમોદર સહીત ના ગામોમાં કમોસમી વરસાદ થયો છે.




















