Bhavnagar news: ભાવનગરમાં બે યુવકને તાલીબાની સજા, અપહરણ કર્યા બાદ બંને યુવકોને માર્યો ઢોર માર
ભાવનગરમાં ફરી એકવાર ઉડ્યા કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા. અપહરણ કરીને ગુંડાતત્વોએ બે યુવકોને આપી તાલીબાની સજા. 13 મે 2025એ આરોપીઓ ટોપ થ્રી સર્કલથી બે યુવકોનું અપહરણ કર્યુ.. બાદમાં અવાવરૂ સ્થળ પર લઈ જઈને બંન્નેને ઢોર માર માર્યો. નગ્ન કરીને બંન્નેને ઢોર માર મારવામાં આવ્યો. આટલેથી મન ન ભરાતા ગુંડાતત્વોએ લાકડીથી બંન્ને યુવાનો પર બેરહેમીથી તુટી પડ્યા.. બે ગુંડાતત્વો યુવાનોને ઢોર માર મારતા રહ્યા.. જ્યારે એક યુવક તાલીબાની સજાનો વીડિયો ઉતારતો રહ્યો.. વીડિયો ઉતારીને ગુંડાતત્વએ પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી પર વીડિયો અપલોડ કરતા સમગ્ર ઘટના ઉજાગર થઈ.. ઘટના બાદ પોલીસ પણ ફરિયાદ નોંધવામાં આનાકારી કરતી હોવાનો પરિવારજનોનો આરોપ છે..ત્રણ દિવસથી ફરિયાદ નોંધાવવા માટે પરિવારજનો અલગ અલગ પોલીસ મથકે ભટકી રહ્યો છે.. પરંતુ આજદિન સુધી પોલીસે ફરિયાદ નોંધી નથી..





















