Gold Price | અમદાવાદમાં સોનાનો ભાવ ઓલ ટાઇમ હાઈ, ભાવ 75 હજારને પાર
Gold Price | સોના ચાંદીનો સુવર્ણ સમય વૈશ્વિક સોનું ત્રણ માસમાં 300 ડોલર ઉછળીને 2388.93ડોલર સુધી પહોંચ્યું.. સોનામાં ગોલ્ડન સમય ચાલી રહ્યો છે આજે સોનુ 75200 સુધી પહોંચ્યું જ્યારે સ્પોટ ગોલ્ડ 2388.93ડોલરે પહોંચ્યું.. તેજી નું મુખ્ય કારણ રેડીસી ક્રાઇસીસ છે આ ઉપરાંત અમેરિકન ફેડરલ બેંકે 2024 માં ત્રણ વખત વ્યાજ દરમાં ઘટાડો કરશે એવા સંકેત પાછળ આક્રમક તેજી જોવા મળી છે બુલિયન એનાલિસ્ટોના મતે વર્તમાન વૈશ્વિક પરિદ્રશ્ય સૂચવે છે કે સોના ચાંદીમાં તેજી ઓવરબોટ પોઝીશનમાં છે બીજી તરફ ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે અને સ્થાનિકમાં તેજી જોવા મળી રહી છે ચીનમાં આર્થિક સ્લો ડાઉન વચ્ચે રિટેલ માં મોટા પાયે માંગ છે ત્યારે વૈશ્વિક બેંકો પણ સોનાની સારા પ્રમાણમાં ખરીદારી કરી રહી છે હાલ હવે લગ્નની સીઝન આવશે ત્યારે લોકો લાઈટ વેટ જ્વેલરી વધુ પસંદ કરશે ..હજુ સોનાનો ભાવ 77,000 સુધી પહોંચે તેવું અનુમાન વેપારીઓ લગાવી રહ્યા છે.