ભાજપ નેતાની જીભ લપસી, ભારતની ગુલામી માટે ક્ષત્રિયોને ગણાવ્યા જવાબદાર
ભાજપના નેતા જયરાજસિંહ પરમારના નિવેદનથી વિવાદ સર્જાયો છે. ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં જ જયરાજસિંહને ચાલુ પ્રવચને અટકાવ્યાં હતા. ઉલ્લેખનિય છે કે, ભારતની ગુલામી માટે ક્ષત્રિયોને જવાબદાર હોવાનું જયરાજસિંહ બોલતા માણસાના ભૂતપુર્વ રાજવીએ જયરાજસિંહને અટકાવ્યા હતા અને ઇતિહાસને ખોટી રીતે રજૂ કરતા હોવાનો પણ દાવો કર્યો હતો. માણસાના ભૂતપૂર્વ રાજવીએ આ મામલે જણાવ્યું હતું કે, જયરાજસિંહ ઇતિહાસના તથ્યના આધાર વિના બોલી રહ્યાં છે. જયરાજસિંહના આ નિવેદનનો તેમણએ વિરોધ નોંધાવ્યો હતો અને સ્ટેજ પર જ જયરાજસિંહને બોલતા અટકાવ્યાં હતા. બાદ રાજવી કાર્યક્રમ છોડી જતાં રહ્યાં હતા. આ વિવાદ બાદ કાર્યક્રમમાં હોબાળો થતાં કાર્યક્રમ જ અધવચ્ચે જ આટોપી લીધો હતો.
આ મામલે જયરાજ સિંહ ખુદનો બચાવ કરતા જણાવ્યું હતું કે, “આપણે કેમ ગુલામ બન્યા હતા તે ઈતિહાસના આધારે કહ્યું હતું. મારૂ નિવેદન તમામ સમાજને સંબોધીને હતું. આપણે વહેંચાયેલા હતા એ પણ ગુલામીનું કારણ બન્યું, ક્ષત્રિય સમાજ બલિદાનો આપી ઓછો થતો રહ્યો, યુદ્ધમાં બલિદાન આપતા ક્ષત્રિય સમાજ ઓછો થયો, અંધશ્રદ્ધા અને અસ્પૃશ્યતા પણ ગુલામી માટે જવાબદાર છે, આપણે ગુલામ હતા તેનો ઈતિહાસ સાક્ષી છે. મારે કોઈ દિવસ ખુલાસા કરવા પડ્યા નથી, હું જે પણ બોલું છું તે વિચારીને જ બોલુ છું, જાહેર જીવનના વ્યકિતઓએ સત્ય બોલવું જોઈએ.




















