Congress Protest: વિધાનસભા સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસ નેતાઓએ બચુ ખાબડના મુદ્દે નોંધાવ્યો વિરોધ
ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસું સત્રનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. આજે સત્રની શરૂઆત પ્રશ્નોતરીથી થશે. ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે. ત્યારબાદ ગૃહ મુલતવી રાખવામાં આવશે. તારીખ 9 અને 10ના રોજ વિધાનસભામાં પ્રશ્નોતરી અને અન્ય કામકાજ ઉપરાંત 5 વિધેયક રજૂ કરાશે. ઓપરેશન સિંદુરની સફળતાના પગલે આ સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે.
કેબિનેટ મંત્રી બચુ ખાબડની ગેરહાજરીને કોંગ્રેસે મુદ્દો બનાવ્યો હતો. વિધાનસભા સત્રના પ્રથમ દિવસે ગેરહાજર મંત્રી ખાબડનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસ પક્ષના નેતા અને ધારાસભ્યોએ ખાબડના મુદ્દે વિરોધ કર્યો હતો. કોંગ્રેસે મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગ કરી હતી. વિધાનસભા પરિસરમાં ધારાસભ્યોએ બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.





















