Gandhinagar Double Murder : ઇન્સ્ટાગ્રામ સ્ટાર પૂનમ ઠાકોરના પતિએ આડા સંબંધની શંકામાં કરી બેની હત્યા
Gandhinagar Double Murder : ઇન્સ્ટાગ્રામ સ્ટાર પૂનમ ઠાકોરના પતિએ આડા સંબંધની શંકામાં કરી બેની હત્યા
ગાંધીનગરના સાંતેજના અપહરણ-ડબલ મર્ડરની ચકચારી ઘટનાના ત્રણ આરોપી રાપરમાંથી પકડાયા છે. બનાસકાંઠાની ઇન્સ્ટાગ્રામ સ્ટાર પૂનમ ઠાકોરના પતિએ આડા સબંધમાં ઠંડા કલેજે અંજામ આપ્યો હતો. હત્યારો પતિ પોતાના બે સાગરિતો સાથે ગાંધીધામ થઇ રાપર આવ્યો અને પોલીસને હાથ લાગ્યા. બનાસકાંઠાની પ્રખ્યાત ઇન્સ્ટાગ્રામ સ્ટાર પૂનમ ઠાકોરના જાણીતા જમીન દલાલ દશરથભાઇ ઉર્ફે ટીનાજી સોમાજી ઠાકોર સાથે આડા સબંધ હોવાની શંકા રાખી પૂનમના પતિ ભરત જેમતુમલ ઠાકોરે પોતાના સાગરિતો સાથે મળી દશરથ અને તેના મિત્ર ગીરીશનું અપહરણ કરી બન્નેને નર્મદા કેનાલમાં ફેંકી હત્યા કરી હતી. ચકચારી ડબલ મર્ડર કેસમાં હત્યા કરનાર ભરત પોતાના બે સાગરિત સાથે ગાંધીધામ થઇ રાપર પહોંચ્યો હતો જ્યાં રાપર પોલીસે રૂ.5.93 લાખ રોકડ ભરેલી બેગ સાથે ત્રણેની અટક કરી.
ગાંધીનગરના સરગાસણમાં ડબલ હત્યાના મામલે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શ્રી રંગ નેનો સિટી-1માં આર્થિક સંકડામણને લીધે સુસાઇડમાં દાવો કરીને સવારના સમયે પત્ની અને પુત્રની નિર્મમ હત્યા કરનારો હત્યારો પતિની કરાઈ ઘરપકડ. આઠેક કલાક સુધી બંનેની લાશ જોડે રહ્યો હતો હત્યારો. સુરેન્દ્રનગરના અને હાલમાં સરગાસણ માં રહેતા હરેશ કનુભાઈ વાઘેલાની ઘરપકડ.





















