Gujarat Farmers: મગફળીની ખરીદી- સહાય મુદ્દે સરકારની મોટી જાહેરાત
Gujarat Farmers: મગફળીની ખરીદી- સહાય મુદ્દે સરકારની મોટી જાહેરાત
માવઠાના મારના નુકસાનીના પ્રાથમિક અહેવાલ અંગે જીતુ વાઘાણીનું નિવેદન. 42 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં પાક નુકસાન થયું છે. 16 હજાર ગામોમાં કમોસમી વરસાદથી નુકસાન થયું છે. આ માવઠું નથી, કુદરતનો કઠોર આઘાત છે. કોંગ્રેસની ખેડૂતોનું દેવું માફ કરવાની માગણી અંગે જીતુ વાઘાણીનું નિવેદન. આ સમય રાજનીતિ કરવાનો નથી. ખેડૂતોનું મનોબળ ના તૂટે તે માટે કામ કરવાનું છે. જે સરકારના સમયે થયું તે સમય મુજબ કામ કર્યું હોય. તે લોકો ખેડૂતની વાત કરે છે. અમે પણ ખેડૂતની જ વાત કરીએ છીએ. ખેડૂતને મદદ કરવાનો આ સમય છે.
રાજ્યમાં 42 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં નુકસાનનો સરકારનો સ્વીકાર. માવઠાથી 42 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં નુકસાન. 16 હજાર ગામમાં કમોસમી વરસાદથી નુકસાન. આ માવઠું નથી, કુદરતનો કઠોર આઘાત છે, તેમ કૃષિ મંત્રી અને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.




















